તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબના નામે નાણાં પડાવતાં 2 ગઠિયા ઝડપાયા

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પોલીસે બે શખ્સની ધરપકડ કરી હતી. - Divya Bhaskar
પોલીસે બે શખ્સની ધરપકડ કરી હતી.
 • હરિયાણાના ઠગો જાણીતા વ્યકિતઓના નામે ઠગાઇ કરતાં હતા

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન મુજબ સોશિયલ મિડીયામાં ચાલતા રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ જેવું જ નામ રાખી બોગસ સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવી ફેન્સ પાસેથી 15 હજાર ની માંગણી કરનારા 2 જણાને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાથી ઝડપી લીધા હતા. આ ટોળકી નામાંકીત વ્યક્તિઓના નામના સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવી તેમના ફેન્સ પાસેથી પૈસા ખંખેરતી હતી. ગુજરાતમાં આ પ્રકારે અન્ય ઠગાઇ કરી છે કે કેમ તેની તપાસ શરુ કરાઇ છે.

રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબના નામ જેવુંબોગસ સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવી કેટલાક લોકો ફેન્સ પાસેથી પૈસા માંગતા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયા બાદ ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજા અને એસીપી હાર્દીક માકડીયાના માર્ગદર્શનથી તપાસ શરુ કરાઇહતી જેમાં ટેકનીકલ સર્વેલન્સથી તપાસ કર્યા બાદ હરિયાણાના ભોલેરામ જશરામ શર્મા તથા મનમોહન અશોકકુમાર ગુપ્તાને ઝડપી લીધા હતા.

આ બંને જણા અન્ય સાગરીતોની સાથે રહી નામાંકીતોના નામના બોગસ સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવી ફેન્સ પાસેથી પૈસા ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતા. અન્ય વ્યકતીઓ પાસે તેઓ બેંકમાં ખાતા ખોલાવતા હતા અને તેમને દરેક ટ્રાંજેકશનમાં 50 ટકા કમિશન અપાતું હતું.

પોલીસે 800થી વધુ નંબરો ચકાસ્યા
જે નંબરથી મેસેજ આવ્યો હતો તે નંબરના આધારે પોલીસે તપાસ કરી 800થી વધારે મોબાઇલ નંબરો ચકાસ્યા હતા. જેમાં બેંક ખાતાની માહિતી મળતા તેનો અભ્યાસ કરી મોબાઇલ નંબર મેળવાતા લોકેશન હરિયાણા આવ્યું હતું. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સમાં ભોલારામની સંડોવણી જણાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો