તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા:પોલીસ કમિશનર તરીકે રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે ચાર્જ સંભાળ્યો કહ્યું: 'ગુનાખોરી ડામવા કડક પગલા ભરીશું, લોકો પાસે સહકારની આશા રાખુ છું'

વડોદરાએક વર્ષ પહેલા
  • વડોદરા પોલીસ ભવનમાં નવનિયુક્ત પોલીસ કમિશનરનું સ્વાગત કરાયું

વડોદરામાં નવનિયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા મારા માટે નવું શહેર છે, પરંતુ, વડોદરાના તત્કાલિન પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પગલા ભરી રહ્યા હતા. તે ચાલુ રાખીશ અને ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે જે કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, છેલ્લા 10 મહિનાથી તેઓ સુરત શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર 1995 બેચના IPS અધિકારી છે
રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક થયા બાદ તેઓએ 74 IPS અધિકારીઓની સામૂહિક બદલીઓના હુકમ કર્યાં હતા. જેમાં વડોદરાના પોલીસ કમિશનર તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવતા આજે તેઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર 1995 બેચના IPS અધિકારી છે.

પોલીસ ભવનમાં પોલીસ કમિશનરનું સ્વાગત કરાયું
આજે ચાર્જ લેવા માટે વડોદરા આવી પહોંચેલા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટનું પોલીસ ભવન કેમ્પસમાં સલામી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તેઓનું સ્વાગત કર્યું હતું. અને વડોદરાની કમાન સંભાળવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

વડોદરા શહેર મારા માટે નવું છે, પણ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીશું
વડોદરામાં પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા શહેર મારા માટે નવું છે. પરંતુ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેવા પગલા ભરવા જોઇએ તે મારા માટે નવુ નથી. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જે પગલા ભર્યા હતા. તે પ્રમાણે હું કાર્યવાહી ચાલી રાખીશ. વડોદરા શહેરના લોકોની સુરક્ષા મારી પ્રાથમિકતા રહેશે. વડોદરાના લોકોની સુરક્ષા માટે જે પણ પગલા ભરવાના થશે, તે હું ભરીશ. ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે જે કડક કાર્યવાહી કરવાની પડશે તે કરીશું. હું આશા રાખુ છું કે, વડોદરાના લોકોનો સહકાર મને મળતો રહે.

અન્ય સમાચારો પણ છે...