હવામાન:થંડરસ્ટ્રોમને પગલે શહેરમાં 7 જૂન સુધી વરસાદની વકી

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અાજે પણ પારો 40 ડિગ્રી રહેવાની શક્યતા

અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું છે. આ ડિપ્રેશન ચક્રવાત બની 3 થી 4 જૂને ગુજરાતના દરિયા કાંઠે અથડાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાના પગલે વડોદરામાં પણ ઝડપી પવનો અને વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે ચક્રવાત ઓમાન તરફ ફંટાવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા અનુસાર હાલ અરબ સાગરમાં એક અપર એર સર્કયુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જે બાદમાં લો પ્રેસર સિસ્ટમ ડેવલપ થયી ડિપ્રેશનમાં સર્જાશે. જ્યારે આ ચક્રવાત કઇ દિશામાં આગળ વધે છે તે આગામી સમયમાં ખબર પડશે. બીજી તરફ 7 જૂન સુધી થંડરસ્ટ્રોમ ના પગલે વડોદરામાં વરસાદ પડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાત્રે વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જ્યારે શનિવારે સવારથી વાદળો છવાયેલા હતા. જોકે દક્ષિણ-પશ્ચિમની દિશાથી 12 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. તેમજ ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું.બીજી તરફ ગરમીનો મહત્તમ પારો 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 28.4 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે રવિવારે પણ પારો 40 ડિગ્રી સુધી નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...