લો પ્રેશરની અસર:આજથી ત્રણ દિવસ 2 થી 3 ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્રવારે વાદળો ઘેરાયાં પણ વરસ્યાં નહીં

બંગાળની ખાડી પર લો પ્રેશર રચાતાં તેની અસરના પગલે શહેરમાં સવારથી જ વાદળો ઘેરાયેલાં જોવા મળ્યાં હતાં. જોકે સંપૂર્ણ દિવસ વરસાદ વરસ્યો ન હતો. હવામાન શાસ્ત્રીઓના મતે શહેરમાં આગામી 3 દિવસમાં 2 થી 3 ઈંચ વરસાદ વરસી શકે છે. વાદળોના પગલે ગરમીનો પારો 2.2 ડિગ્રી નીચો ગયો હતો.

શહેરમાં શુક્રવારે વાતાવરણમાં વાદળો છવાયેલાં રહ્યાં હતાં, જ્યારે કેટલાંક સ્થળો પર વરસાદી છાંટા પણ વરસ્યા હતા. પરંતુ ધોધમાર વરસાદ વરસ્યો ન હતો. શહેરમાં શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 31.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 27.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ પણ 85 ટકા પહોંચી ગયું હતું.

હવામાન વિભાગના મતે શનિવારના રોજ ગરમીનો પારો 31 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે, જ્યારે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાઈ શકે છે.

આ લો પ્રેશર તેના સંભવિત માર્ગ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવના રહેલી છે. આ પરીબળોને જોતાં 23 થી 27 જુલાઈ વચ્ચેના સમયગાળામાં વરસાદની ગતિવિધિ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...