લોકોનાં બજેટ ખોરવાયાં:વરસાદ-વાવાઝોડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને નુકસાન, આવક ન થતાં શાકભાજીના ભાવ વધ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પેટ્રોલ-ડીઝલ ઉપરાંત જીવન જરૂરી ચીજોના ભાવો વધતાં લોકોનાં બજેટ ખોરવાયાં

શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રૂા.100નો પાર થઈ ગયા બાદ બીજા રાજ્યોમાંથી આવક ન થતાં શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. વડોદરામાં મહારાષ્ટ્રથી આવતી શાકભાજીની આવક ન થતાં ડુંગળીના ભાવ રૂા.10 વધી રૂા.40એ પહોંચ્યા છે, જ્યારે ટામેટાંનો ભાવ પણ 10 રૂા. વધી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સૌથી વધુ ભાવે ફ્લાવર રૂા.70 થી 80એ વેચાઈ રહ્યો છે. વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતીને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે શાકભાજીના ભાવ પણ વધ્યા છે.

દિવાળી સુધીમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવના પગલે પણ ખાદ્યતેલ, શાકભાજી, અનાજ સહિત જીવન જરૂરી વસ્તુઓના પણ ભાવ વધવાની સંભાવના છે.ત્યારે તહેવારોની સીઝનમાં જ ભાવ વધતા લોકોના ખિસ્સા પર ભાર પડ્યો છે. જ્યારે નાગરીકોના મતે તેઓ જેટલું કમાય છે, તેમાં કોઈ વધારો થયો નથી, પરંતુ બીજી તરફ મોંઘવારી કુદકે-ભુસકે વધી રહી છે.ત્યારે હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

છુટક શાકભાજીના ભાવ
શાકભાજીઅગાઉના ભાવહાલના ભાવ
ડુંગળી30 થી 3540થી 50
ટામેટાં35થી 4055થી 60
બટાકા10થી 1520થી 25
ફ્લાવર60થી 7060થી 70
કોબીજ10થી 2020થી 30
ભીંડા25થી 3035થી 40
દૂધી15થી 2025થી 30
લીંબુ5050થી 60
મરચાં10થી 1520થી 30
આદું25થી 3540થી 50

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં શાકભાજીની આવક ઘટી
વડોદરામાં મોટાભાગની શાકભાજી મહારાષ્ટ્રથી આવે છે. ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડામાં ખેતીને નુકસાન પહોચ્યું છે. ખેતરો સાફ થઈ ગયાં છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ રૂા.100ની ઉપર પહોંચી ગયા છે ત્યારે શાકભાજીની આવક માર્કેટમાં થઈ રહી નથી.જેના પગલે શાકભાજીના ભાવ પણ વધ્યા છે. > સુખદેવભાઈ કાછીયા,સયાજીપુરા દલાલ એસોસિયેશન, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...