તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડી રાતે વરસાદ:વડોદરામાં સતત બીજા દિવસે ઉકળાટ બાદ વરસાદ રાત્રે વરસાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજળીના તેજ લીસોટાની તસવીર દિવ્ય ભાસ્કરના વાચક ઉદ્યોગપતિ વિરેન પટેલે શેર કરી હતી. - Divya Bhaskar
વીજળીના તેજ લીસોટાની તસવીર દિવ્ય ભાસ્કરના વાચક ઉદ્યોગપતિ વિરેન પટેલે શેર કરી હતી.
  • 11 વાગ્યાથી કડાકા ભડકા સાથે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો
  • થંડરસ્ટ્રોમને પગલે આગામી 2 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની શકયતા

થંડરસ્ટોર્મના પગલે સતત બીજા દિવસે શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.રાત્રે 11 વાગે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અસહ્ય ઉકળાટ બાદ રાત્રે વરસેલા વરસાદના બાદ લોકોએ ગરમીમાથી રાહત મળી હતી. મોડી રાત્રે આશરે 1 ઇંચ જેટલા વરસેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગ ના મતે આગામી બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. શહેરમાં થંડરસ્ટ્રોમના પગલે રવિવારે મોડી રાતે પણ ગાજવીજ સાથે દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. રવિવારે રાતે વરસાદ વરસતાં લઘુતમ તાપમાનનો પારો 3.4 ડિગ્રી ઘટી ગયો હતો.

સોમવારે આખો દિવસ ઉકળાટ બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સિઝનનો કુલ વરસાદ 181.2 મિમી નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે ગરમીનો પારો 1.7 ડિગ્રી ઘટીને 32.8 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાનનો પારો 3.4 ડિગ્રી ઘટીને 24.8 ડિગ્રી પારો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...