વેધર:સાંજે વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા ભડાકા સાથે શહેરભરમાં વરસાદ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ-પશ્ચિમના પવનોથી સાંજે વાદળો ખેંચાઈ આવ્યાં
  • શહેરમાં ગરમીનોનો પારો 1.2 ડિગ્રી ઘટીને 39.4 ડિગ્રી નોંધાયો હતો
  • જ્યારે લઘુતમ તાપમાનનો પારો 28.7 ડિગ્રી રહ્યો
  • દિવસે ભેજનું પ્રમાણ ૭૦ ટકા નોંધાયા બાદ સાંજે વાતાવરણમાં પલટો

શહેરમાં દક્ષિણ-પશ્ચિમના પવનોના પગલે શુક્રવારે મોડી સાંજે વરસાદી વાદળો શહેરના આકાશમાં ખેંચાઈ આવ્યાં હતાં. જેના પગલે રાત્રે આઠ વાગ્યા બાદ શહેરના વિવિધ ભાગોમાં વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સતત 3 દિવસથી શહેરમાં 15 થી 20 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હતા. જ્યારે શુક્રવારે સાંજે 6 વાગ્યા બાદ દક્ષિણ દિશાથી વરસાદી વાદળો શહેરના આકાશમાં પ્રવેશવા માંડ્યા હતા. વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે અચાનક શહેરના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. 

ભેજનું પ્રમાણ ૭૦ ટકા નોંધાયું હતું
જોકે બીજી તરફ શહેરના અમુક વિસ્તારોમાં લાઈટો પણ ગુલ થઇ ગઇ હતી. જ્યારે અચાનક પડેલા આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળીહતી.  ઉલ્લેખનીય છે કે, શુક્રવારના દિવસે દક્ષિણ પશ્ચિમના પવનોની ગતિ ૧૫ થી ૨૦ કિલોમીટરની નોંધાઈ હતી. શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 1.2 ડિગ્રી ઘટીને ૩૯.૪ ડિગ્રી નોંધાયો હતો, જ્યારે લઘુતમ તાપમાનનો પારો 28.7 ડિગ્રી રહ્યો હતો. ભેજનું પ્રમાણ ૭૦ ટકા નોંધાયું હતું. 

એક્સપર્ટ વ્યૂ : થંડર સ્ટ્રોમના પગલે વરસાદ પડ્યો
હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, વાતાવરણમાં ભેજ અને ગરમીના પગલે નીચલા લેવલે વરસાદી વાદળો રચાયાં છે. આ થંડર સ્ટ્રોમના પગલે વરસાદ પડ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પણ આ રીતે થંંડરસ્ટ્રોમના પગલે વરસાદ પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...