લોકડાઉન:ઈમરજન્સી હોય તો જ મુસાફરી કરવા રેલવેની તાકીદ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે દ્વારા ચલાવાઈ રહેલી શ્રમિક ટ્રેનમાં મુસાફરોના મૃત્યુના બનાવો નોંધાયા છે. જેથી રેલવેએ અપીલ કરી છે કે, વૃદ્ધ-બીમાર, દસ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભાઓ ખાસ જરૂરિયાત હોય તો જ મુસાફરી કરે. કોરોનાને પગલે યાત્રીઓની સુરક્ષા પર ધ્યાન અપાય છે ત્યારે બીપી, હૃદય, કેન્સર, ડાયાબિટીસથી પીડાતા દર્દીઓને જોખમ વધી જાય છે. આ સંજોગોમાં આવશ્યક કાર્ય સિવાય મુસાફરી કરવાનું ટાળવા રેલવે દ્વારા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે વડોદરાથી શ્રમિક ટ્રેન બંધ કરાઈ છે. તમામ શ્રમજીવી વતન જતા રહેતા હવે 1 જૂનથી પેસેન્જર ટ્રેન કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...