પહેલ:યાત્રીઓને 26.27 લાખનો સામાન રેલવેએ પરત કર્યો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂલી જવાયેલો સામાન પરત કરવાનું શરૂ

રેલવેમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષા અંગે ધ્યાન અપાઈ રહ્યું છે. રેલવે દ્વારા એકલી મુસાફરી કરતી મહિલા માટે પણ મહિલાઓની ખાસ ટીમ બનાવી છે. આરપીએફ દ્વારા જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી ટ્રેનની મુસાફરીમાં ભૂલી જવાયેલાે સામાન મુસાફરોને પરત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અંદાજે 2 કરોડનો સામાન પરત કર્યો હોવાનું રેલવે દ્વારા જણાવાયું છે.

વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું કે, રેલવે દ્વારા 1037 બનાવમાં 2 કરોડની કિંમતનો સામાન પરત કરાયો છે. વડોદરા રેલવેએ નવી પહેલ શરૂ કરી છે કે રેલવે પરિસરમાં લગાવેલા કેમેરાની મદદથી ટેક્નિકલ સર્વેલન્સની ગુમ થયેલાે અને ભૂલી ગયેલાે સામાન મુસાફરોને પરત કરાઈ રહ્યો છે. વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વડોદરા ડિવિઝનમાં 197 બનાવમાં 26.27 લાખનો સામાન પરત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...