તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવહન:રેલવેના 27 બુકિંગ કાઉન્ટર ફરી શરૂ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની સંખ્યામાં વધારો કરાતાં અગાઉ બંધ કરાયેલાં 27 બુકિંગ કાઉન્ટરો ફરી શરૂ કરાયાં છે. શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે બાજવા, કરજણ, પાલેજ, મિયાગામ મળી કુલ 27 બુકિંગ કાઉન્ટરો શરૂ થતાં શહેરની મધ્યમાં રહેતા નાગરિકોની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ફાયદો થશે. વડોદરા રેલવે ડિવિઝનના પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યું હતું કે, ગુરુવારથી આ કાઉન્ટર ફરી કાર્યરત કરાયાં છે. લોકડાઉન ખૂલ્યા બાદ શિડ્યૂલ ટ્રેન ચાલુ નથી થઈ, પરંતુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન કાર્યરત હોવાથી ઓનલાઇન બુકિંગ ન કરાવી શકનાર ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થાનિક રેલવે સ્ટેશનથી બુકિંગની સુવિધા મળી રહે તે માટે પીઆરએસ કાઉન્ટર ફરી શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો