તૈયારી કરવા આદેશ:રેલવે દ્વારા એસી કોચમાં લીનન આપવાની તૈયારી

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ડિવિઝનને તૈયારી કરવા આદેશ કરાયો

રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનના એસી કોચમાં કોરોનાને પગલે બંધ કરવામાં આવેલા ચાદર-પિલો, બ્લેન્કેટ આપવાની સુવિધા ફરી શરૂ કરવામાં આવે તેવાં એંધાણ વર્તાયાં છે. રેલવે દ્વારા રેલવેના તમામ ડિવિઝનને તૈયાર રહેવા માટે આદેશ કરાયો છે.

વડોદરા રેલવે ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ 2 દિવસ અગાઉ રેલવે દ્વારા પરિપત્ર કરી લીનન માટે તૈયારી કરવા જણાવ્યું છે. જોકે તેના માટેનો સ્ટાફ કેવી રીતે ગોઠવવો અથવા ક્યારથી સુવિધા શરૂ કરવી તે અંગે કોઈ માહિતી આપી નથી. જોકે શક્યતા છે કે ટૂંક સમયમાં ફરીવાર આ સુવિધા શરૂ થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા તાજેતરમાં શિડ્યૂલ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે દેશમાં રસીના બંને ડોઝ લેનારની સંખ્યા અને હાલમાં કોરોનાના વધી રહેલા કેસ આ સુવિધાને પ્રભાવિત કરી શકે છે. જો કોરોના મહામારીની ત્રીજી લહેર આવે તો આ સુવિધા શરૂ થવામાં વિલંબ પણ આવી શકે છે. જોકે શિયાળામાં ઠંડીના સમયમાં નાગરિકોને ટ્રેનમાંથી બ્લેન્કેટ-બેડશીટ મળી રહે તો ખૂબ જ અનુકૂળ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...