હુકમ:યુવકના મૃત્યુ કેસમાં સ્વજનને 8.86 લાખ ચૂકવવા રેલવેને હુકમ

​​​​​​​વડોદરા​​​​​​​એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિરોજપુર જનતા એક્સપ્રેસ દ્વારા 6 ઓગસ્ટ 2013ના રોજ વડોદરાથી અંકલેશ્વર જઇ રહેલા મહાનારાયણ પાંડેને દુખાવો થતાં તેમના સાથીએ ટ્રેન ઊભી રાખવા કે વિશ્વામિત્રી સ્ટેશને તેમને ઉતારી દેવા રેલવે અધિકારીઓને જાણ કરવા છતાં કરજણ સુધી તેમને સારવાર મળી નહોતી. રેલવે તંત્રની નિષ્કાળજીને પગલે તેમનું મૃત્યુ થતાં તેમના પરિવારે જાગૃત નાગરિક ગ્રાહક મંડળના મેનેજિંગ ટ્રસ્ટી પીવી મૂરજાણીને મળી ઘટના અંગે લેખિત ફરિયાદ કરી હતી.

.ગ્રાહક ફોરમમાં 2015માં દાખલ થયેલી ફરિયાદ અંગે વડોદરા ગ્રાહક ફોરમના પ્રમુખ જજ આઈ.સી. સાહે વેસ્ટર્ન રેલવે અને ફરિયાદી બંનેની દલીલો સાંભળી વેસ્ટર્ન રેલવે અધિકારીઓએ નિષ્કાળજી દાખવી હોવાનું જણાતાં મહાનારાયણ પાંડેના મૃત્યુના વળતર પેટે 5.59 લાખ અને અન્ય ખર્ચા મળી રૂ.8,86,765 ચૂકવવા રેલવેને હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...