વ્યવસ્થા:19 મહિના પછી 15મીથી શિડ્યૂલ ટ્રેન દોડાવવાનો રેલવેનો નિર્ણય

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેસ્ટર્ન રેલવે દ્વારા 302 ટ્રેનના નંબરમાંથી ‘0’ દૂર કરાયો
  • રેલવેના ​​​​​​​મુસાફરોને ટિકિટના ભાવમાં 8 ટકા જેટલો ફાયદો થશે

કોરોના મહામારીને પગલે રેલવે દ્વારા દેશમાં ઝીરો નંબરથી ચલાવવામાં આવી રહી હતી તે કોવિડ સ્પે. ટ્રેન હવે 15 નવેમ્બરથી શિડ્યૂલ ટ્રેન તરીકે કાર્યરત કરાશે. રેલવે દ્વારા ટ્રેનના નંબરની આગળ લગાવેલો ઝીરો ખસેડવામાં આવ્યો છે. જોકે જૂના ટાઈમ ટેબલને બદલે અત્યારે જે સ્પેશિયલ ટ્રેન ચાલે છે તેને જ કાર્યરત રાખવાનો નિર્ણય હાલ પૂરતો કરાયો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા 302 ટ્રેન શિડ્યૂલ ટ્રેન તરીકે કાર્યરત કરવામાં આવશે, જે પૈકી વડોદરાથી અંદાજે 180 જેટલી ટ્રેનો પસાર થાય છે.રેલવે દ્વારા 15 તારીખથી નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

જોકે જૂનું ટાઈમ ટેબલ અમલી કરાયું નથી. આ સાથે સેકન્ડ ક્લાસમાં 15 રૂપિયા રિઝર્વેશન ચાર્જ કોરોના સમયે શરૂ કરવામાં આવ્યો હતો, તે યથાવત્ રાખવામાં આવ્યો છે. મતલબ જે ટ્રેનમાં કોરોના દરમિયાન જેટલા જનરલ કોચ શરૂ કરાયા હશે તેટલા જ જનરલ કોચ કાર્યરત રહેશે. માત્ર મેમૂ અને ડેમૂ ટ્રેનમાં અને ટિકિટ શરૂ કરાઇ છે તે લોકોને ફાયદો મળશે. રેલવે દ્વારા કોરોના સ્પેશિયલ ટ્રેન તરીકે કેટલીક ટ્રેનોમાં 8 ટકા જેટલો વધુ ચાર્જ લેવાતો હતો, જેમાં 15મી નવેમ્બર પછીના બુકિંગમાં ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, 22 માર્ચ,2020થી શિડ્યૂલ ટ્રેન બંધ કરાઈ હતી, ત્યારબાદ 1 જૂનથી કોવિડ સ્પેશિયલ ટ્રેન તરીકે તબક્કાવાર રેલવે ટ્રેનો ચલાવી રહ્યું છે.

15મી પછીના બુકિંગમાં નવાે ચાર્જ લાગુ પડશે
વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, જે મુસાફરોએ સ્પેશિયલ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે તેમને સ્પેશિયલ ટ્રેનને બદલે શિડ્યૂલ ટ્રેન ચાલુ કરાતાં થયેલા બદલાવ બાદ જો ટિકિટના પૈસા ઘટશે તો તેમને પરત નહીં અપાય,જેમના પૈસા વધશે તો તે રેલવે દ્વારા લેવાશે પણ નહીં. માત્ર 15 તારીખ પછીના જે બુકિંગ કરાશે તેમાં જ કિંમતનો બદલાવ માન્ય રહેશે.

શિડ્યૂલ ટ્રેનમાં જનરલ કોચ શરૂ કરવા જોઈએ
યાત્રીનો પ્રશ્ન યથાવત રહેશે.યાત્રીને રિઝર્વેશન સિવાય આ ટ્રેનોમાં સ્થાન નહીં મળે. જેથી રેલવેએ પહેલાની જેમ દરેક ટ્રેનમાં જનરલ કોચ શરૂ કરવા જોઇએ. - મો.હબીબ લોખંડવાલા, પેસેન્જર એસોસિયેશન

સિનિયર સિટીઝનનું કન્સેશન શરૂ ન કરાયું
રેલવે દ્વારા સિડ્યુલ ટ્રેન તરીકે કાર્યરત ના ટ્રેનોમાં ત્રણ કેટેગરીમાં કન્સેશન અપાશે જેમાં સ્ટુડન્ટ હેન્ડીકેપ્ડ અને પેશન્ટને મળશે. સિનિયર સિટિઝન અંગે નિર્ણય થયો નથી.

અન્ય સમાચારો પણ છે...