જીવાદોરી ટૂંકાવી:પરિવારને ડરાવવા ઝેરી દવા પી લેતાં રેલવે કર્મીનું મોત,દવા પી લીધા બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે દારૂની લત છોડવા વિનંતી કરી હતી

રેલવેમાં ફરજ બજાવતા કર્મચારીને પત્ની અને પરિવાર દ્વારા દારૂની લત છોડાવવા વિનંતી કરતાં પરિવારને બીવડાવવા ઝેરી દવા પીતાં લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું. મકરપુરા પોલીસ મથકના એએસઆઇ પીનલબેન દ્વારા જણાવ્યા મુજબ તરસાલી કમલાપાર્ક સોસાયટીમાં રહેતા 28 વર્ષીય વિજય બિલવાલ રેલવેમાં નોકરી કરતા હતા.

ગત 2 તારીખે તેમણે ઘરે ઝેરી દવા પી જીવાદોરી ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમને રેલવે હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા, જ્યાં તેમનું 4 તારીખે મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા તેમને દારૂની લત છોડાવવા વિનંતી કરાતી હતી, જેથી પરિવારને ઝેરી દવા પી આપઘાત કરી લેવાની બીક બતાવવા તેઓએ દવા પી લીધી હોવાનું જાણવા મળે છે. મકરપુરા પોલીસ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...