આપદા:મુંબઇનો રેલવે વ્યવહાર રાત્રે 8 વાગ્યાના અરસામાં પૂર્વવત થયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોધરાથી વલસાડ વચ્ચેનાં સ્ટેશનોએ ટ્રેનો રોકી દેવાઇ
  • ​​​​​​​વલસાડ ટ્રેક પર પાણી ફરી વળતાં રેલ વ્યવહાર ખોરવાયો હતો

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુરુવારે વલસાડ સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાતાં મુંબઈ અને વડોદરા વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વલસાડ સ્ટેશનના ટ્રેક પર સાંજે 5.39 વાગ્યે ભારે પાણી ભરાતાં મુંબઈથી આવતી અને વડોદરા તરફથી જતી ટ્રેનોને જુદાં જુદાં સ્ટેશનો પર રોકી દેવાતાં હજારો મુસાફરો અટવાયા હતા.

સૂત્રોએ જણાવ્યું કે, સવારના સમયે પણ મુંબઈ તરફ આવતી અને વડોદરા તરફથી મુંબઇ જતી ટ્રેનો મોડી પડી હતી. ભારે વરસાદથી ટ્રેનો મોડી પડતાં વિવિધ રેલવે સ્ટેશનો ખાતે મુંબઈ તરફ જતા અને મુંબઇ તરફથી આવતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા.

વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વલસાડમાં ટ્રેક પર ભારે પાણી ભરાતાં મુંબઈ-વડોદરા વચ્ચેનો રેલ વ્યવહાર બંધ કરાયો છે. વલસાડમાં 24 કલાકમાં ભારે વરસાદ થયો છે અને ટ્રેકના ડેન્જર લેવલ ઉપર પાણી આવી જતાં રેલ વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતાં અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનને સુરત, ભરૂચ-સુરત મેમૂ ટ્રેનને કોસાડ, વડોદરા-વલસાડ ટ્રેનને સાયણ, વેરાવળ-થીરુવનંતપુરમને અંકલેશ્વર, હજરત નિઝામુદીન-પૂણે (દુરન્તો)ને ભરૂચ, વડોદરા-વલસાડ ઇન્ટરસિટી ટ્રેનને કીમ, અમદાવાદ-પ્રયાગરાજ ટ્રેનને વિશ્વામીત્રી, પોરબંદર-શાલીમારને કનીજ અને અમૃતસર-મુંબઇ સેન્ટ્રલને ગોધરા ખાતે રોકી રાખવી પડી હતી. બીજી તરફ રાત્રે 7-45 વાગ્યાના અરસામાં રેલ વ્યવહાર પૂર્વવત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...