તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોકળગતિએ બ્રિજની કામગીરી:વડોદરાના સાંસદે ખાતમુહૂર્ત કર્યાં બાદ 5 વર્ષે પણ રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ નથી, છાણી અને બાજવા ગામના લોકોએ વિરોધ કર્યો

વડોદરા22 દિવસ પહેલા
રેલવે ક્રોસિંગ ઉપર બની રહેલા ઓવરબ્રિજનું કામ બંધ થઇ જતા બંને ગામ સહિત આસપાસના ગામ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે
  • આસપાસના ગામો લોકોએ બ્રિજ પાસે એકઠા થઇને તંત્ર વિરૂદ્ધ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યાં

વડોદરા શહેરના છાણીથી બાજવા વચ્ચે રેલવે ક્રોસિંગ ઉપર બની રહેલા ઓવરબ્રિજનું કામ બંધ થઇ જતા બંને ગામ સહિત આસપાસના ગામ લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. આજે આસપાસના ગામોના લોકો બ્રિજ પાસે એકઠા થયા હતા અને તંત્ર વિરૂદ્ધ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યાં હતા. નોંધનીય છે કે, વર્ષ-2016માં આ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું.

22 ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
વડોદરાના છાણી અને બાજવા સહિત 22 ગામના લોકો માટે ઉપયોગી બને તે માટે રૂપિયા 39 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી આ વર્ષથી આ ઓવરબ્રિજનું કામ ચાલુ છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી ઓવર બ્રિજનું કામ બંધ થઇ જતાં છાણી અને બાજવા સહિત આસપાસના 22 ગામના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ર્ષ-2016માં આ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું.
ર્ષ-2016માં આ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું.

લોકોને હોસ્પિટલ-સ્મશાન જવામાં મુશ્કેલીઓ પડે છે
આજે છાણી અને બાજવા સહિત આસપાસના ગામના લોકો ઓવર બ્રિજ પાસે એકઠા થયા હતા અને ઓવરબ્રિજની બંધ થઇ ગયેલી કામગીરી સામે તંત્ર સામે સવાલો ઉઠાવી રોષ વ્યક્ત કર્યો હતો. તે સાથે ગામ લોકોએ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા. ગામ લોકોએ જણાવ્યું હતું કે, અધૂરા ઓવરબ્રિજના કારણે ગામના વિદ્યાર્થીઓને સ્કૂલ જવામાં તેમજ ગામ લોકોને હોસ્પિટલ અને સ્મશાન જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે.

39 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે
39 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે

તંત્ર લોકોની રજૂઆતોને ધ્યાને લેતુ નથી
ગામ લોકોએ જણાવ્યું હતું કે, આ ઓવરબ્રિજથી ગામ લોકોને ફાયદો થાય તે માટે રૂપિયા 39 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. વર્ષ-2016માં વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટના હસ્તે ઓવર બ્રિજ માટેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આજે 5 વર્ષ થઇ ગયા હોવા છતાં આ બ્રિજનું કામ પૂરું થયું નથી. બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવાથી ગામ લોકોને મુશ્કેલી પડી રહી છે. બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવા માટે સંબધિત વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી.

ઓવરબ્રિજનું કામ ઝડપથી થાય તેવી લોકોની માગણી
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજની ગોકળ ગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે રેલવે પાટા ઓળંગીને લોકોને જવું પડે છે. અવાર-નવાર રેલવે અકસ્માતો પણ થયા છે. ત્યારે આ ઓવરબ્રિજનું કામ ઝડપથી થાય અને લોકોને લાભ મળે તેવી અમારી માગણી છે.

આસપાસના ગામો લોકોએ બ્રિજ પાસે એકઠા થઇને તંત્ર વિરૂદ્ધ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યાં
આસપાસના ગામો લોકોએ બ્રિજ પાસે એકઠા થઇને તંત્ર વિરૂદ્ધ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યાં
અન્ય સમાચારો પણ છે...