લાલ આંખ:રેલવે ઇન્સ્ટિટ્યૂટ અને સુમનદીપ વિદ્યાપીઠ ‘યુનિવર્સિટી’ નહીં

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી શબ્દના ગેરકાયદે ઉપયોગ બદલ વડોદરાનાં 2 સહિત દેશનાં 127 ઇન્સ્ટિટ્યૂટ સામે યુજીસીની લાલ આંખ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની 127 ઇન્સ્ટિટ્યૂટને વોર્નિંગ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ વિવિધ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વાપરવામાં આવતા યુનિવર્સિટી શબ્દ સામે આપવામાં આવી છે. ગુજરાતની ત્રણ સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ, વડોદરાની નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને સુમનદીપ વિદ્યાપીઠ-પીપળિયાનો સમાવેશ થાય છે.

તેમને વોર્નિંગ નોટિસ પણ મોકલવામાં આવી
27 મેના દિવસે યુજીસી દ્વારા 127 ઇન્સ્ટિટ્યૂટને નોટિસ ફટકારાઈ છે. આ નોટિસ વિવિધ જૂથ દ્વારા વાપરવામાં આવતા યુનિવર્સિટી શબ્દો માટે અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. જે ઇન્સ્ટિટ્યૂટ ડીમ્ડ છે, તેવી ઇન્સ્ટિટ્યૂટ પોતાની વેબસાઈટ, ઈ-મેલ, લેટર હેડ પર યુનિવર્સિટી શબ્દનો ઉપયોગ નહીં કરી શકે. રાજ્યમાં 3 ઇન્સ્ટિટ્યૂટ સમાવેશ થાય છે, જેમાં એક અમદાવાદ અને બે વડોદરાની છે. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પણ યુનિવર્સિટી શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે વડોદરા શહેરમાં આવેલી નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને પીપળિયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠ પણ યુનિવર્સિટી શબ્દનો ઉપયોગ કરી રહી હોવાનું બહાર આવ્યું છે. યુજીસી દ્વારા હજુ સુધી આ સંસ્થાઓને યુનિવર્સિટીની માન્યતા આપવામાં આવી ન હોવાથી તેનો ખોટો ઉપયોગ થઇ રહ્યો હોવાનું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે યુજીસી તેમની સામે લાલ આંખ કરી છે અને તેમને વોર્નિંગ નોટિસ પણ મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...