વડોદરા વેક્સિન ગેંગરેપ-આપઘાત કેસ:3 મહિના બાદ પણ બે નરાધમો પકડાયા નથી, રેલવે DySPનું નિવેદનઃ 'તપાસ ચાલુ છે, અત્યાર સુધીમાં 4700 રિક્ષાનું ચેકિંગ કર્યું'

વડોદરા6 મહિનો પહેલા
4 નવેમ્બર 2021 એટલે કે દિવાળીના દિવસે જ વલસાડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો
  • હજી 2200 રિક્ષાઓ ચેક કરવાની બાકી છે

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર ગેંગ રેપ કેસની તપાસ જારી હોવાનું અને 4700થી વધુ રિક્ષાઓની તપાસ કરી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું છે. વેક્સિન ગેંગરેપ કેસમાં તપાસ અંગે આજે રેલવે Dy.SP બી.એસ. જાદવે જણાવ્યું હતું કે, આ ગુનામાં એક રિક્ષા વપરાઇ હતી તેને શોધવા માટે એક ટીમ બનાવી છે. આ ટીમમાં 17 કર્મચારીઓ કાર્યરત છે. 6951 રિક્ષાઓ છે જેમાંથી 4748 રિક્ષાઓની અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી છે. જ્યારે 2200 રિક્ષાઓ ચેક કરવાની બાકી છે.

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે
રેલવે Dy.SP બી.એસ. જાદવે કહ્યું હતું કે યુવતીને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ જવા માટે આ એક રિક્ષાનો ઉપયોગ થયો હતો. સીસીટીવીમાં શંકાસ્પદ રિક્ષા દેખાઇ હતી. તેથી તેને શોધવાની તજવીજ જારી છે. પોલીસ આ કેસમાં આશાવાદી છે અને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે.

4 નવેમ્બર 2021ના રોજ યુવતીની ટ્રેનમાંથી લાશ મળી આવી હતી

ઉલ્લેખનીય છે કે, ગત 4 નવેમ્બર 2021 એટલે કે દિવાળીના દિવસે જ વલસાડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીની પીઠના નીચેના ભાગે, જાંઘ અને કમરના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...