તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રેલ કર્મીનું યુવતીને ફસાવી વારંવાર દુષ્કર્મ, ફોટા વાઇરલ કરવા ધમકી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રણોલી સ્ટેશનની ઝંડીની કેબીન, જૂની ટિકિટ બારી તથા ઓફિસમાં કૃત્ય કર્યું
  • પોતાનો ધર્મ છુપાવી સંબંધ બાંધનારા રેલવે કર્મચારીની અટકાયત

રણોલીમાં નોકરી કરતી આણંદની યુવતી સાથે રણોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પરિચય કેળવી લગ્નની લાલચ આપી રણોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 પર આવેલી ઝંડી ફરકાવવાની કેબીન તથા જૂની ટિકિટ બારીની ઓફિસમાં વારંવાર દુષ્કર્મ આચરનારા ઝંડી ફરકાવવાની ફરજ બજાવતા રેલવે કર્મચારીની પોલીસે અટકાયત કરી હતી. રેલવે કર્મચારીએ ફોટા પાડી વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી.

આણંદની યુવતીએ રેલવે પોલીસમાં વિજયસિંહ જશવંતસિંહ રાઠોડ નામના વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી કે, તે રણોલીની એક કંપનીમાં નોકરી કરે છે. 10 મહિના પહેલાં નોકરીમાંથી છૂટ્યા બાદ રણોલી સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી હતી. જ્યાં રેલવેમાં નોકરી કરતો વિજય આવ્યો હતો અને તેનો પરિચય કેળવ્યો હતો. વિજયે તેના પિતાને ઓળખતો હોવાનું જણાવી વધુ પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ 15 દિવસ પછી તે વલસાડ લોકલ ટ્રેનમાં જવા બેઠી હતી ત્યારે વિજય પણ ટ્રેનમાં ચડી તેની સામેની સીટ પર બેસી ગયો હતો. વિજયે તેની સાથે સેટિંગ કરવાનું કહેતાં યુવતીએ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પણ વિજયે પીછો કરી હું રેલવેમાં નોકરી કરું છું, મારું નામ વિજયસિંહ રાઠોડ છે, તેમ જણાવી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી.

પોલીસે વિજયસિંહ રાઠોડની અટકાયત કરી
તે નોકરી પરથી છૂટે એટલે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ બેસવું પડતું હતું ત્યારે વિજય તેને ઝંડી ફરકાવવાની કેબિનમાં રોજ લઈ જઈ અડપલાં કરતો હતો. ડિસેમ્બરમાં તે જૂની ટિકિટ બારીની ઓફિસમાં લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી ટેબલ પર દુષ્કર્મ કર્યું હતું. તેણે વારંવાર તેની ઓફિસમાં તથા જૂની ટિકિટ બારી ખાતે બોલાવીને દુષ્કર્મ કર્યું હતું. છ મહિના પછી અન્ય વ્યક્તિ પાસેથી યુવતીને જાણવા મળ્યું હતું કે, વિજયસિંહનો ધર્મ જુદો છે અને તેના લગ્ન પણ થયા છે. ત્યારબાદ વિજયની પત્ની અને માતા તેને મળ્યાં હતાં ત્યારે પણ યુવતીએ વિજય તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારે પણ વિજયને સમજાવતાં તેણે હવે સંબંધ નહીં રાખું, એમ જણાવ્યું હતું છતાં ફરીથી તેણે યુવતીને બોલાવીને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. રેલવે પોલીસે વિજયસિંહ રાઠોડની અટકાયત કરી હતી.

વિજયને 2 પત્નીઓ અને 4 બાળકો છે
પોલીસે જણાવ્યું કે, આરોપી વિજયસિંહ રાઠોડને બે પત્ની છે અને દરેક પત્નીને બે બાળકો છે. રેલવેમાં ઝંડી ફરકાવવાનું કામ કરે છે. પોલીસે તેની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું કે, વિજયે તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યુ હતું. તે વખતે તેની કાનની બુટ્ટી પડી જતાં તે શોધતી હતી ત્યારે વિજયે તેની જાણ બહાર તેના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ તે ફોટા બતાવીને અવારનવાર દુષ્કર્મ કરતો હતો. તેણે ફોટા વાઇરલ કરવાની પણ ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...