તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:40.33 કરોડના કૌભાંડમાં નિતેશ પટેલ સહિતના આરોપીઓને પકડવા દરોડા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનાના આરોપને સમર્થન કરતા મજબૂત પુરાવા હોવાની રજૂઆત કરાઈ
  • આગોતરા જામીન અરજી મૂકવામાં આવતાં ફરિયાદી પક્ષે વાંધા રજૂ કર્યા

દુબઇના બિઝનેસ મેન સાથે રૂા.40.33 કરોડની ઠગાઇ કેસમાં નિતેશ મગનભાઇ પટેલ અને તેના પિતા અને બનેવીએ અદાલત જામીન અરજી દાખલ કરતાં તેમાં ફરિયાદી તરફથી લેખીતમાં વાંધા રજુઆત કરવા આવી હતી. ગત વર્ષે વરણામા પોલીસ સ્ટેશનમાં સલીમ હમીદભાઇ મેમણે બિલ્ડર નિતેશ મગનલાલ પટેલ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 2008માં તેમણે અને નિતેશ પટેલે કેલા એસોસિએટ્સપેઢી ઉભી કરી હતી અને જમીનની લે વેચ તથા કન્સ્ટ્રકશનનો ધંધો શરૂ કર્યો હતો. તેમણે ફરિયાદમાં આરોપ લગાવ્યો કે ભાગીદારી પેઢીમાંથી ભાગીદારનું નામ કાઢી નાખી સુંદરપુરા ધનીયાવી ગામની જમીનોમાંથી પણ ભાગીદારનો હક જતો કરવા બાબતે બનાવટી લેખ તૈયાર કરી 40.33 કરોડની ઠગાઇ કરી હતી.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના અસ્પષ્ટ હુકમને રદ કર્યો હતો, જેથી આરોપી નિતેશ પટેલ સહિત પિતા અને બનેવીએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. ફરીયાદીએ લેખીતમાં વાધા રજુઆત કરી હતી કે આરોપીઓએ આ કેસમાં તપાસમાં સહકાર આપ્યો ન હતો અને ફરાર થયા હતા અને પોલીસમાં હાજર થયા ન હતા. આરોપીઓ સામે સાત કરોડ વીસ લાખના ચેકો પરત કરવાની ફરિયાદ પણ કોર્ટ સમક્ષ ચાલી રહી છે. બીજી તરફ નિતેશ પટેલના ઘેર પોલીસે દરોડો પાડયો હતો પણ તેની માતા જ મળી આવી હતી.

માતાએ પોલીસને આપેલા નિવેદનમાં તેમને નિતેશ સહિતના આરોપીઓ કયાં છે તેની જાણ ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે નિતેશની વાસણા ભાલયી રોડની ઓફિસે પણ તપાસ કરી હતી, સુંદરપુરા , બિલ અને સેવાસીમાં ચાલતી 14 સાઇટ પર પણ તપાસ કરાઇ હતી.

6 વખત સમન્સ મોકલ્યા તેમ છતાં પોલીસમાં હાજર ન થયા
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મગનભાઇ પટેલ અને રાજેશ પટેલના નામ ખુલતા પોલીસે તેમને હાજર થવા 6 વખત સમન્સ મોકલ્યા હતા પણ બંને હાજર થયા ન હતા. સોમવારે આરોપીઓએ કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી યોજાઇ હતી અને વધુ સુનાવણી મંગળવારે યોજાશે. મંગળવારે પોલીસ સોગંદનામુ રજુ કરશે.

જ્યારે પાર્ટનરશિપ ડીડી થયું ત્યારે ફરિયાદી મુંબઇ એરપોર્ટ પર હતા
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું હતું કે પાર્ટનરશીપ ડીડી જયારે બનાવાયું ત્યારે સલીમ મેમણ મુંબઇ એરપોર્ટ પર હતા અને જે નોટરી સમક્ષ પાર્ટનરશીપ ડીડી તૈયાર કરાયું હતું તેના નિવેદનમાં બહાર આવ્યું હતું કે તેમની સમક્ષ સલીમ મેમણ આવેલા ન હતા. આ ઉપરાંત કંપની રજીસ્ટ્રાર સમક્ષ ડીડી રજુ કરાયુ હતું જેમાં પિતા અને બનેવીના નામો ભાગીદાર તરીકે દાખલ કરાયેલા હતા. પોલીસે ભાગીદારી પેઢીના 3 બેંકોના ખાતાની માહિતી મેળવી ખાતા સીઝ કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...