સર્ચ ઓપરેશન:ભાલીયાપુરાની આસપાસ ધમધમતી દેશી દારૂની 6 ભઠ્ઠી ડ્રોનથી શોધીને દરોડો : બે બૂટલેગર ઝડપાયા: 9 વોન્ટેડ

ભાલીયાપુરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાલીયાપુરા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં બુધવારે વહેલી સવારે 5 વાગે ડ્રોન મારફતે સર્વેલન્સ કરીને દેશી દારૂ ગાળવાની 6 ભઠ્ઠીઓ શોધી કાઢીને માંજલપુર અને મકરપુરા પોલીસની ટીમોએ દરોડા પાડીને 169 લીટર દેશી દારૂ અને 19 હજાર લીટર વોશ મળી કુલ રૂા.42 હજારનો મુદ્દામાલ ઝડપીને બે આરોપીઓને ઝડપી લીધા હતાં.જ્યારે 9 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે.

એફ ડિવિઝન એસીપી એસ.બી.કુંપાવતના જણાવ્યા અનુસાર, ક્લિન વડોદરા મિશન અંતર્ગત તેમજ ઉત્તરાયણના તહેવારો અનુસંધાને શહેરના આજુબાજુના ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠી ગાળતા લોકોને શોધી કાઢવાની કામગીરી કરવા પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.

જેના ભાગરૂપે ભાલીયાપુરા ખાતે ચાલતી દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે મકરપુરા અને માંજલપુર પોલીસની ટીમે બુધવારે સવારે 5 વાગે જે રૂટીન દારૂ ગાળવાનો સમય હોય છે.તેવામાં ડ્રોન સર્વેલન્સ કરીને કુલ 6 ભઠ્ઠીઓને ઓળખી લેવામાં આવી હતી.ત્યાર બાદ આ ભઠ્ઠીઓ પર પોલીસે દરોડો પાડતા જ દારૂ ગાળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...