ધરપકડ:તરસાલીમાં ચાલતા જુગાર પર દરોડો, 9 જુગારિયાની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તરસાલી બાયપાસ હાઇવે પર પોલીસનો સપાટો
  • રૂા.1.59 લાખનો મુદામાલ જપ્ત કરાયો, સૂત્રધાર ફરાર

ક્રાઈમ બ્રાંચે તરસાલી બાયપાસ હાઈવે પર આવેલી નવીનગરીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને 9 જુગારીઓની ધરપકડ કરી છે.જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી ફરાર થઈ જતાં પોલીસે1.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તરસાલી બાયપાસ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી નવીનગરીમાં રહેતો પ્રદીપ ઉર્ફે બંટી બહારથી માણસો બોલાવીને જુગાર રમાળતો હોવાની બાતમી ડી.સી.બીને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે શનિવારના રોજ રાતે 9 વાગ્યા બાદ દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે પ્રથમ જુગાર રમાડનાર પ્રદીપ ઉર્ફે બંટી અને સલીમ મલેક અંગે પુછપરછ કરી હતી. જેમાં સલીમ મલેક ઉભો થઈને પોતાની ઓળખ આપી હતી.જ્યારે પ્રદિપ ઉર્ફે બંટી મળી આવ્યો ન હતો. મકાન પ્રદિપનું હતું અને તે જુગારધામ ચલાવતો હતો.

પોલીસે જુગારના નાણા ઉઘરાવનાર સલીમ અલભાભાઈ મલેક (રહે-નવીનગરી) સહિત જુગાર રમવા આવેલા કીરણ પંડ્યા (રહે-વિશાલનગર, તરસાલી), ઈકબાલ શેખ (રહે-તરસાલી), પ્રતાપ પઢીયાર (રહે-ગાજરાવાડી), સુનીલ તાંદલેકર (રહે-નવા બજાર), જહાંગીર મેમણ (રહે-તરસાલી), મુનાફ પઠાણ (રહે-તરસાલી), સાગીર સીંધી (રહે-તરસાલી ગામ), અનિલ મેહર (રહે-માંજલપુર)ની પોલીસે જુગાર રમવા હેઠળ ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂા.47 હજાર, દાવ પર લગાવેલા રૂા.18, 270, રૂા.14 હજારના મોબાઈલ, રૂા.80 હજારના બે બાઈક મળી કુલ રૂા.1.59 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે બનાવ સંબંધે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...