સંબોધન:‘રાહુલ અને પ્રિયંકા ગાંધીને આણંદથી છાણી સુધી જ આવવાની પરમિશન છે’

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના માંજલપુરનાં ઉમેદવાર ડૉ. તશ્વીન સિંઘનું ONGCમાં કાર્યકર્તાઓને સંબોધન
  • રાહુલ કે પ્રિયંકા ગાંધી માટે કોઈ પરમિશન માગવામાં આવી નથી; પોલીસ

એનસીપીમાંથી કોંગ્રેસમાં આવેલા માંજલપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર ડો. તશ્વિન સિંઘે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોડ શો માટે આણંદથી છાણી સુધી આવવાની પરવાનગી છે. ત્યાંથી આગળ આવવાની પરવાનગી નથી તેવા સરકાર પર આક્ષેપ કર્યા છે. જો કે સ્પેશીયલ બ્રાન્ચે જણાવ્યુ હતું કે રાહુલ અને પ્રિયંકા ગાંધી અંગે આવી કોઇ અરજી મળી નથી.એનસીપીમાંથી કોંગ્રેસમાં આવેલા ડો. તશ્વિન સિંઘને કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે.

તેઓના વાયરલ થયેલા એક વીડિયોમાં સરકાર દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોડ શો માટે પરવાનગી નહીં આપવામાં આવી રહી હોવાના આક્ષેપ લગાવ્યા છે. ઓએનજીસી રોડ પર આવેલા લકી એપાર્ટમેન્ટમાં કાર્યકરોને સંબોધતા હોવાનો એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કેમ નથી બોલાવતા તેમ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે રોડ શો કરવાનો હતો તે માટે આણંદથી છાણી સુધી આવવાની પરવાનગી આપી રહ્યા છે ત્યાંથી આગળ આવવાની પરવાનગી નથી આપી રહ્યા. આટલી તાનશાહી થઈ ગઈ છે.

બધાને એમ છે કે તેઓ આવે. રાહુલ ગાંધીએ બે વાર એપ્લાય કર્યુ, તેમને પરવાનગી નથી આપવામાં આવી રહી. પ્રિયંકા ગાંધીને પણ પરવાનગી નથી આપવામાં આવી રહી. અમારા પ્રવક્તા કનૈયાલાલ માટે પણ પરવાનગીનો પ્રોબ્લમ ચાલી રહ્યો છે.

સિક્યુરિટીના કારણે તેઓને માંજલપુર સુધી આવવાની પરવાનગી નથી આપી
મારુ કહેવું છે કે પ્રિયંકા ગાંધીની રોડ શોની સિક્યુરિટી રિઝનના કારણે માંજલપુર વિસ્તાર સુધીની પરવાનગી નથી. છાણીની આગળ સુધી છે. ખરેખર, શું પરિસ્થિતિ છે તે મને ખબર નથી. માંજલપુર સુધીની છે તે મને ખબર છે. તેમની સ્પેશિયલ સિક્યુરિટી નક્કી કરે છે. અમે નક્કી કરી શકતા નથી. તે એસપીજી નક્કી કરે છે. હજુ સુધી કન્હૈયા કુમાર માટેની પણ પરવાનગી માંગી છે, પરંતુ હજુ સુધી તેમના માટેની પરમીશનનું કન્ફર્મેશન આવ્યું નથી. અમને પુછવામાં આવે છે કે તમને કયા સ્ટાર પર્ફોર્મર જોઇએ છે. - ડૉ.તશ્વિન સિંઘ, કોંગ્રેસના ઉમેદવાર, માંજલપુર

વીડિયો અધૂરો છે, અમે આખો વીડિયો જોયા બાદ જ કોઇ સ્પષ્ટતા કરી શકીશું
આ વિડીયો અધૂરો છે. આખો વિડીયો જોઇને સ્પષ્ટતા કરી શકાય કે કયા સંદર્ભમાં કહેવાયું છે. હું સતત અમારા માંજલપુર વિધાનસભાના ઉમેદવારનો સંપર્ક કરી રહ્યો છું. તેમની સાથે વાત કર્યા બાદ જ આ મુદ્દે સ્પષ્ટતા કરી શકાશે. - કિશોર પારેખ, પ્રવક્તા, કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...