દાદાગીરી:ગાજરાવાડીમાં ઢોર પાર્ટીએ પકડેલી ગાય છોડાવવા રબારીઓનો હુમલો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમે કેવી રીતે ગાય લઈ જાવ છો, કહી મહિલા સહિત 4 શખ્સોએ ધમકી આપી
  • ગાયને ટ્રેક્ટરમાં ચઢાવતાં હતાં ત્યારે ટોળકી ધસી આવી : 1 શખ્સ ઝડપાયો, 3 ભાગી છૂટ્યા

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં મહાકાળી માતાના મંદિર પાસે રવિવારે સાંજના સુમારે ગાય પકડવા ગયેલી કોર્પોરેશનની ઢોર પાર્ટી પર સ્થાનિક રબારી યુવકોએ હુમલો કરી ગાય છોડાવી જવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે મહિલા સહિત 3 જણા ફરાર થઈ ગયાં હતાં. પાણીગેટ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

મકરપુરામાં રહેતા અને પાલિકામાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા અરુણ દેવરેએ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે બે અલગ-અલગ ટીમો બનાવી પોલીસને સાથે રાખી તેઓ પાણીગેટ વિસ્તારમાં રખડતાં પશુઓ પકડવાની કામગીરી અર્થે નીકળ્યા હતા. તે સમયે ગાજરાવાડી વિસ્તારમાં સાંજના સુમારે રસ્તા પર રખડતી ગાયને ટ્રેક્ટરમાં ચઢાવવાની કામગીરી દરમિયાન એક મહિલા સહિત 4 શખ્સ ધસી આવ્યાં હતાં અને દાદાગીરી કરી કોર્પોરેશને પકડેલી ગાય છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઢોર પાર્ટીની ટીમ મહાકાળી મંદિર પાસેથી પસાર થતી હતી ત્યારે એક રખડતી ગાયને પકડીને ટ્રેક્ટરમાં ચઢાવવાની કામગીરી કરતી હતી તે સમયે આ 4 શખ્સ ધસી આવ્યાં હતાં અને તમે ગાય છોડી દો, તેમ કહીને ઢોર પાર્ટીના કર્મચારી સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. ટોળકીએ ધમકી આપી હતી કે, તમે ગાય કેવી રીતે લઇ જાવ છો તે જોઇએ છે, તેમ કહી ગાય છોડાવવા ઢોર પાર્ટીના માણસો સાથે ખેંચાખેચી કરી હતી. દરમિયાન તેમણે પોલીસ કંટ્રોલમાં ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખેંચાખેંચી કરી બળજબરીપૂર્વક ગાયો છોડાવવાનો પ્રયાસ કરનાર પૈકી એકને ઝડપી પાડ્યો હતો.

જ્યારે અન્ય 3 નાસી છૂટ્યા હતા. પૂછપરછમાં પકડાયેલો આરોપી તુષાર નટુભાઈ રબારી અને નાસી છૂટેલાં આરોપી લાખા રબારી, મીતેશ ઉર્ફે મિતિયો રબારી અને જશીબેન રબારી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરાર થઇ ગયેલી એક મહિલા સહિત ત્રણની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પશુને રખડતાં મૂકનાર ગૌપાલકો સામે રોજેરોજ ફરિયાદો દાખલ કરાઈ રહી છે તેમજ પાલિકા દ્વારા ગાયો પણ પકડવામાં આવી રહી છે છતાં પ્રશ્ન હલ થયો નથી.

અગાઉ નરેશ રબારીના સંબંધી હરેશ રબારીએ ધમકી આપી હતી, ગોરવામાં ગાયો છોડાવવા કાંકરીચાળો થયો હતો
ગાજરાવાડીમાં પણ ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીને ધમકી આપવાનો બનાવ બન્યો હતો. ભાજપના કાર્યકર મનાતા નરેશ રબારીના સગા હરેશ રબારીએ ઢોર પાર્ટીને ધમકી આપવાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ ફરી સ્થાનિક રબારી દ્વારા ઢોર પાર્ટી પર હુમલાનો બનાવ બન્યો હતો.જ્યારે 31 ડિસેમ્બરે ગોરવામાં પણ ગાયો છોડાવવા ટોળાએ કાંકરીચાળો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વૃદ્ધને ભેટી મારવાના બનાવ બાદ તંત્રે રખડતાં ઢોર પકડવાની ડ્રાઇવ કરી હતી ત્યારે સેન્ટ મેરી સ્કૂલ નજીક ટોળાએ પોલીસ સાથે રકઝક કરી કાંકરીચાળો કરતાં હળવો લાઠીચાર્જ કરાયો હતો. ત્યારબાદ ગાયો પકડવાના મુદ્દે મેયરને જોઇ લેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...