તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ફાસ્ટેગ વગર બમણાં ટોલની જાહેરાતથી કરજણ ટોલ, એક્સપ્રેસ વે પર ફાસ્ટેગ કઢાવવા માટે વાહનોની કતાર

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપ્રેસ વે પર રોજ પસાર થતાં 30 હજાર પૈકી 9000 વાહન પર હજુય ફાસ્ટેગ નથી

15મી ફેબ્રુઆરી રાતથી ફાસ્ટેગ વિનાનાં વાહનો પાસેથી ટોલનાકા પર ડબલ ચાર્જ વસૂલાશે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરથી પસાર થતા 9 હજાર જેટલા વાહનોને ફરજિયાત ફાસ્ટેગ લેવું પડશે.

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રોજના 30 હજાર જેટલા વાહનો પસાર થાય છે. જેમાંથી 70થી 75 ટકા જેટલા વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયા છે. એક આંકડા પ્રમાણે અંદાજે 9000 જેટલા વાહનોમાં હજી ફાસ્ટેગ લાગવાયુ નથી. હવે જો આ વાહનચાલકો એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થશે તો તેઓએ ડબલ ચાર્જ ચૂકવવો પડશે. એક્સપ્રેસ વેના અધિકારીના જણાવ્યા અનુસાર 15મી તારીખે રાતના 12 વાગ્યા બાદ ફાસ્ટેગ માટેની કેશની લાઈન બંધ કરવામાં આવશે. જ્યારે ટૂંક સમયમાં જો ફાસ્ટેગ નહિ લગાવાય તો વાહનને હાઇવે પર એન્ટ્રી નહી મળે. હાલમાં બેંકોએ પણ ફાસ્ટેગ માટેની ડિપોઝિટ અને ચાર્જ લેવાનું બંધ કર્યું છે. જેનાથી વાહનચાલકોને તેનો લાભ મળશે.

રવિવારે એક્સપ્રેસ વે તથા કરજણ ટોલનાકા પર ફાસ્ટેગ લેવા માટે વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો