વિશ્વના 56 દેશો ભારતના નાગરિકોને ઓન એરાઇવલ વિઝા આપે છે. તેમાં હવે કતારનો પણ સમાવેશ થયો છે. 24 ડિસેમ્બરથી આ નિર્ણય લેવાયો છે. ભારતમાંથી વર્ષે એક લાખ ઉપરાંત લોકો આવજા કરે છે. ટ્રાવેલ એજન્સીના આલોક ઠક્કર મુજબ લેબર વર્ક માટે મધ્યમ અને સામાન્ય વર્ગ કતાર જતો હોય છે. ઘણા સમયથી કતાર ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝને ડેવલોપ કરવા પ્રયાસ કરે છે. અમદાવાદ-મુંબઈના કેટલાક ટૂર ઓપરેટરો કતારની ટૂર પણ દુબઈ સાથે કનેક્ટ કરી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેર-જિલ્લામાંથી વર્ષે 15000 લોકો કતાર જાય છે.
જેમને ઓન એરાઇવલ વિઝા સુગમ પડશે. વિઝા મેળવવા માટેના ટ્રાવેલ એજન્ટોના ખર્ચમાંથી પણ છુટકારો મળશે. ભારતથી સાડા ત્રણથી ચાર કલાકની ફ્લાઈટ દ્વારા કતાર પહોંચી શકાય છે. ટ્રાવેલ એજન્ટ મુજબ દુબઈ પણ ઓન એરાઇવલ વિઝા માટે વિચારી રહ્યું છે.
વિશ્વમાં ભારતની શાખ વધ્યાનું પ્રમાણ
કતાર જેવા દેશ આ સુવિધા શરૂ કરે છે ત્યારે વિશ્વમાં ભારતની શાખ વધી રહી છે તે દેખાય છે. કતાર જનારામાં મુસ્લિમ લોકો સૌથી વધારે છે. પરંતુ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપ થાય તો અન્ય વર્ગ પણ ત્યાં જતો થશે. > રાજેશ પંડ્યા, લોટસ ઇન્ટરનેશનલ, કારેલીબાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.