અમદાવાદના વેપારીને કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપીને વડોદરા હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી ડોલમાં વેપારીની નજર ચુકવી અસલી ડોલર બદલી નાંખવાની તરકીબ આચરી વેપારી પાસેથી 30 લાખ પડાવી 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે ચાર ભેજાબાજોને ઝડપી પાડયા હતા.
અમદાવાદમાં સાબરમતીમાં રહેતા અને પાણીનો વેપાર કરતાં મૌલીક નરેન્દ્ર પ્રજાપતિએ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી કે આ શખ્સો પૈકી ભરત જગુભાઇ ગીડાએ અને મહેશ વાળાએ ત્રણ માસ પહેલાં હાઇવે પર આવેલી હોટલ કમ્ફર્ટ ઇન ડોલીન ખાતે બોલાવ્યા હતા જયાં હાજર સાહીદ નાવડેકરે તેની ઓળખાણ કસ્ટમ ઇન્સ્પેકટર એ.કે.મલહોત્રા તરીકે ઓળખ આપી હતી અને ઇમરાન ભુરાનીએ એ.કે.મલહોત્રા સાહેબના પીએ રાજુ ભાઇ તરીકે ઓળખ આપી હતી અને કસ્ટમમાં પકડેલા બ્લેક ડોલરને સસ્તા ભાવે આપવાની વાત કરી વેપારીને 1.25 કરોડના ડોલર આપવાની વાત કરી હતી.
વેપારી પાસેથી નાણાં પડાવવા માટે 30 લાખ સુધીની મદદ ભરત ગીડા કરશે તેમ જણાવ્યું હતું.ત્યારબાદ વેપારીને સમા સાવલી રોડ પર હોટલ રોયલ કિંગ ખાતે બોલાવી ભરત ગીડાએ 30 લાખ આપવાનો ડોળ કર્યો હતો અને વેપારી પાસેથી 30 લાખ પડાવી લીધા બાદ 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી દીધા હતા. વેપારીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના 4 જણાને પકડી લીધા હતા.
પોલીસે જણાવ્યું હતું કે સાહીદ આછા પ્રકાશવાળા રુમમાં કાળા ડોલરને કેમિકલ પ્રોસેસમાંથી પસાર કરી અસલ ડોલરમાં ફેરવી આપશે તેમ જણાવી ડોલમાં પોતાના એક હાથના ગ્લોવ્ઝમાં અગાઉથી ડોલર ભરાવી રાખતો હતો અને વેપારી કહે ત્યારે બંને હાથ ડોલમાં નાખી કાળા કાગળો બીજા હાથના ગ્લોવ્ઝમાં નાખી અસલી ડોલર બીજા ગ્લોવ્ઝમાંથી બહાર કાઢતો હતો
તમે 30 લાખ કાઢો, હું પણ 30 લાખ કાઢુ
ભરત ગીડાએ વેપારીને જણાવ્યું હતું કે સાહેબ સાથે વાત થઇ છે તે મુજબ 1.25 કરોડનો માલ આપશે. અડધા પૈસા હું આપીશ અને અડધા પૈસા સાહેબ બાકી રાખશે. તમે 30 લાખ કાઢો તેમ કહેતા વેપારીએ પૈસાની વ્યવસ્થા કરી હતી. વેપારીને વિશ્વાસમાં લેવા માટે ટોળકીએ કાળા કલરનું બંડલ લાઇ પાણીમાં નાખી સાફ કરીને અસલ 7 લાખ વટાવીને આપ્યા હતા જેથી વેપારીને વિશ્વાસ બેઠો હતો.
કોણ પકડયું?
સુરત બલાવ્યા અને છટકુ ગોઠવી પકડયા
વેપારી પાસેથી 30 લાખ પડાવી લીધા બાદ ઠગ ટોળકીએ કેમિકલની બોટલો ફુટી ગઇ છે, મુંબઇથી લાવવી પડશે તેમ કહીને વાયદા કર્યા હતા જેથી તેમણે બંડલ ચેક કરતાં કાળા કાગળ જોવા મળ્યા હતા આ બાબતે તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.ત્યારબાદ ભરત ગીડાએ મિટીંગ માટે અમદાવાદના વેપારીને સુરત બોલાવતા તેમણે ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી.જયાં કામરેજ પર્લ હોટલમાં મિટીંગ થતાં પોલીસે છટકું ગોઠવી ચારેય જણાને પકડી લીધા હતા. 30 લાખ તમામે અંદરો અંદર વહેંચી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.