તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા દિવાળી મૂડમાં:કરકસર બાજુ પર મૂકી પાલિકા રંગરોગાન માટે 40 લાખ ખર્ચશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઇ
  • ઓછા ભાવના ટેન્ડરમાં ખરેખર રંગરોગાન થશે કે ચુનો લગાડશે?

કોરોના કાળ ની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે પાલિકાના તંત્રે પણ ફરીથી કરકસર બાજુ પર મૂકીને જૂની પદ્ધતિ મુજબ રંગરોગાન કરાવવાનો મૂડ વ્યક્ત કર્યો છે. કોરોના ની શરૂઆત થઇ તે પૂર્વે પાલિકાની વિવિધ કચેરીઓમાં રંગરોગાન કરાવવા માટે વાર્ષિક ઇજારો કરાતો હતો.જોકે, કોરોના કાળમાં રાજ્ય સરકારે વડોદરા સહિતની તમામ પાલિકાઓને કરકસર કરવા માટે સૂચના આપી હતી અને બિનજરૂરી ખરીદી કે અન્ય બિનજરૂરી ખર્ચા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ગત વર્ષે લોકડાઉન ના કારણે પાલિકાની વડી કચેરીમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો હતો અને પાલિકાએ પણ એસી સહિતની તમામ ખરીદી પર બ્રેક મારી હતી. જો કે પાલિકાએ જૂની ઘરેડ મુજબ ની ખરીદી અને ખર્ચ કરવાની પ્રણાલિકા શરૂ કરી છે.પાલિકાની વડી કચેરી તેવી ખંડેરાવ મારકેટ, અતિથિ ગૃહ,નગર ગૃહોમાં રંગરોગાન કરવા માટે બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ તરફથી ટેન્ડર મંગાવાયું હતું.જેના માટે રૂ.40 લાખની ખર્ચ મર્યાદાનો અંદાજ વાર્ષિક ધોરણે મૂકા્યો હતો તે આધારે ટેન્ડર મંગાવા્યા હતા.જેમાં પાલિકાને ત્રણ ટેન્ડર મળ્યા હતા.

જેમાં સૌથી ઓછા રૂા.21.55લાખનું ટેન્ડર આવ્યું હતું કે જે પાલિકાના અંદાજ કરતા 46.12% નીચા ભાવનું રહ્યું છે. અને તેના માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઇ છે.આ સંજોગોમાં,પાલિકાના અંદાજ કરતા 46 ટકા નીચા ભાવનું ટેન્ડર મળતા કોન્ટ્રાક્ટર ખરેખર રંગરોગાન કરશે કે પછી પાલિકાને ચૂનો લગાડશે તેવો સવાલ ઉભો થયો છે, આ અંગેનો અંતિમ નિર્ણય પાલિકાની સ્થાયી સમિતિમાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...