તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નોટિસ:કેટલી સ્કૂલ ફી ભરવાની તે અંગે નોટિસ બોર્ડ ઉપર વિગતો મૂકો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા પેરેન્ટસ એસો.ની FRCને રજૂઆત

શાળાના નોટિસ બોર્ડ અને વેબ સાઇટ પર 25 ટકા ફી બાદ કર્યા પછી કેટલી ફી ભરવાની થાય તેની વિગતો મૂકવાની માગ કરી વડોદરા પેરેન્ટસ એસોસિયેશને એફઆરસી સમક્ષ રજૂઆતો કરી હતી. વીપીએએ ફી નિયમન સમિતિ વડોદરા ઝોનના ચેરમેન અને કમિટીના સભ્યોને આવેદનપત્ર આપ્યું હતું.વીપીએ દ્વારા માગ કરાઈ હતી કે, દરેક શાળા નોટિસ બોર્ડ તેમજ વેબસાઈટ પર 25 ટકા ટ્યૂશન ફી બાદ કરતા ભરવાપાત્ર ફી કેટલી થાય છે તેની માહિતી આપે. ઉપરાંત સરકારના પરિપત્ર મુજબ જે વાલીને ગયા વર્ષના બીજા સત્રની ફી તેમજ આ વર્ષના પ્રથમ સત્રની 50 ટકા ફી ભરવામાં રાહત આપે. શાળાઓ માનવતાવાદી વલણ અપનાવે અને વાલીઓને હપ્તાથી ફી ભરવાની છૂટ આપે. ખાનગી શાળાઓ દ્વારા હાઈકોર્ટનો હુકમ હોવા છતાં ફી ન ભરી શકતા વાલીઓનાં બાળકોને ઓનલાઇન ક્લાસીસથી વંચિત રખાય છે, જે બાળકોના અધિકારોનું ઉલ્લંઘન છે. આવી શાળાઓ સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી થવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો