શહેરમાં વધુ એક હવેલી બનશે:વડોદરાના ગોત્રી-ભાયલી રોડ પર પુષ્ટિમાર્ગીય હવેલીનું નિર્માણ થશે, દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીઠાધીશ દ્વારકેશલાલજી મહારાજના અધ્યક્ષસ્થાને અને એમની પ્રેરણાથી હવેલીનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે - Divya Bhaskar
પીઠાધીશ દ્વારકેશલાલજી મહારાજના અધ્યક્ષસ્થાને અને એમની પ્રેરણાથી હવેલીનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે
  • પુષ્ટિમાર્ગીય હવેલીમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ તથા શ્રીકલ્યાણરાય પ્રભુ બિરાજશે

વડોદરા શહેરના ગોત્રી-ભાયલી રોડ પર પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા હવેલીના પ્રેરક પણ પીઠાધીશ દ્વારકેશલાલજી મહારાજના અધ્યક્ષસ્થાને અને એમની પ્રેરણાથી હવેલીનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે. આ પહેલા પેવેલિયન હાઈટ્સ પરિવારના મુકેશભાઇ જમનાદાસ શાહે દ્વારકેશલાલજી મહારાજ સમક્ષ હવેલી બનાવવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો.

દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
આ મંગલમય પ્રસંગે સવારે 10 વાગ્યાથી વેદોક્ત ધ્વનિથી ખાત પૂજનની વૈદિક પૂજા આરંભ કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને સર્વે મહાનુભાવોની પાવન ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પૂજન કળશને પધરાવવાની વિધિ દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

પુષ્ટિમાર્ગીય હવેલીમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ તથા શ્રીકલ્યાણરાય પ્રભુ બિરાજશે
પુષ્ટિમાર્ગીય હવેલીમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ તથા શ્રીકલ્યાણરાય પ્રભુ બિરાજશે

હવેલીમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ તથા શ્રીકલ્યાણરાય પ્રભુ બિરાજશે
નિર્માણાધીન કલ્યાણધામ હવેલીમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાનુસાર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકસિત થઇ રહેલા ગોત્રી-ભાયલી રોડ ઉપર પેવેલિયન હાઈટ્સ ખાતે ષષ્ઠ પીઠાધિશ્વર દ્વારકેશલાલજી મહારાજ વડોદરાની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં કલ્યાણધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ તથા શ્રીકલ્યાણરાય પ્રભુ બિરાજશે અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને આનંદ પ્રાપ્ત થશે.

સુંદર દર્શન વ્યવસ્થા અને સત્સંગ હોલ ઉપલબ્ધ રહેશે
આ હવેલીમાં વૈષ્ણવો માટે સુંદર દર્શન વ્યવસ્થા અને સત્સંગ હોલ ઉપલબ્ધ રહેશે અને વીપોના માધ્યમથી હિન્દુ સનાતન ધર્મ અને પુષ્ટિ સંપ્રદાયની જાગૃતિ અને ઉત્થાન માટે વિવિધ શિબિરો, ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનો અને સમાજના નબળા વર્ગ સુધી અન્ન સહાય યોજનાની પ્રવૃતિઓ કરવામાં આવશે.

દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

સર્વ ધર્મ પ્રેમી જનતા માટે આ હવેલી મહત્વનું સ્થાન ધરાવશે
ગોત્રી-ભાયલીના આ વિસ્તારની સર્વ ધર્મ પ્રેમી જનતા માટે આ હવેલી મહત્વનું સ્થાન ધરાવશે. જેમાં આવીને સમાજના પ્રત્યેક વર્ગના લોકો પોતાની આત્મીય શાંતિ અને પ્રભુના દર્શન કરી જીવનને ધન્ય બનાવશે. કલ્યાણધામના ખાતમુહૂર્ત પૂજન પ્રસંગે સંસ્કારીનગરી વડોદરા પ્રત્યેક સમાજ સંસ્થા અને સામાજિક ક્ષેત્રે પોતાની સેવાઓ પ્રદાન કરતા પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ધર્મપ્રેમી સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા
આ પ્રસંગે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી મનીષાબેન વકીલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મેહતા, સીમાબેન મોહિલે, ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ, મેયર કેયુર રોકડિયા અને વડોદરાના પૂર્વ કલેક્ટર ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...