તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોલીસને ધક્કો મારી ફરાર થનાર અછોડાતોડ ઝબ્બે

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાણીગેટ પોલીસ મથકમાંથી ગુરુવારના રોજ સાંજના સમયે પોલીસ કર્મચારીને ધક્કો મારી ચેઇન સ્નેચર ફરાર થતાં પોલીસ બેડામાં દોડધામ મચી હતી. દરમિયાન પોલીસે આજે તેને સરદાર એસ્ટેટ પાસેથી ઝડપી લેતાં તંત્રને હાશકારો થયો હતો.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના વાઘોડિયા રોડ પર સુલેમાની ચાલ પાસેથી મંગળવારના રોજ પસાર થતી મહિલા તબીબના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી બાઇક સવાર બે શખ્સો ફરાર થયા હતા. આ બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે પાણીગેટ બાવચાવાડમાં રહેતા અજય વસાવા અને સુનિલ વાઘેલાને ઝડપી પાણીગેટ પોલીસને હવાલે કર્યા હતા.

દરમિયાન ગુરુવારના રોજ સાંજે બે આરોપીઓ પૈકીનો અજય વસાવા પોલીસ કર્મચારીને ચકમો આપી પોલીસ મથકમાંથી ફરાર થયો હતો, જેના પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી હતી. પોલીસે તેને પકડવા વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. આખરે સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી અજય વસાવા ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...