ધમધમાટ:PMની સભા પૂર્વે જન સેવા કેન્દ્રોને કોર્પોરેટ લુક અપાશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજાને દિવસે સરકારી બાબુ કામે લાગ્યા
  • વિવિધ યોજનાનો લાભ લોકોને પહોંચાડવા કવાયત

18 જૂને વડાપ્રધાન શહેરની મુલાકાતે હોવાથી વહિવટી તંત્ર સરકારી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રોને પણ કોર્પોરેટ લુક આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેમાં દરેક કેબીનમાં કર્મચારીઓની નેમ પ્લેટ, ડસ્ટબીન મૂકવા તેમજ અરજદારોને સુવિધા મળી રહે તેવી બેઠક વ્યવસ્થા અને ટોકન નંબર જેવી સુવિધાનો તાત્કાલીક અમલ કરવા અધિકારીઓ દ્વારા આદેશ કરાયા છે.

જનસુવિધા કેન્દ્રોમાં 18 જૂન પહેલા બદલાવ કરી દેવા તૈયારી કરી દેવાઈ છે. ઉપરાંત ના.મામલતદાર અને મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ રોજેરોજ કચેરીમાં આવતા અરજદારોની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની સાથે વડાપ્રધાનના આગમનની તૈયારી કરવા કામે લગાવાયા છે. જેથી રજાના દિવસે પણ અધિકારીઓ દોડધામ કરી રહ્યાં છે. ઉપરાંત ભાજપના કાર્યકરો, શિક્ષકો સહિત સમાજના અગ્રણીઓને પણ વડાપ્રધાનના આગમનને લઈને વિશેષ કામગીરી સોપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...