તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જનસેવા કેન્દ્રો બે માસ સુધી બંધ રહેતાં અશાંતધારાની 500 અરજીઓ અટવાઇ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોઠી કચેરી ખાતે બેઝમેન્ટ માં અશાંતધારા ના રજિસ્ટ્રેશન છેલ્લા બે દિવસથી શરુ થતાં અરજદારાેની કતાર લાગી હતી.જો કે રજિસ્ટ્રેશન થરૂ થતાં અરજદારોને રાહત થઇ હતી. - Divya Bhaskar
કોઠી કચેરી ખાતે બેઝમેન્ટ માં અશાંતધારા ના રજિસ્ટ્રેશન છેલ્લા બે દિવસથી શરુ થતાં અરજદારાેની કતાર લાગી હતી.જો કે રજિસ્ટ્રેશન થરૂ થતાં અરજદારોને રાહત થઇ હતી.
  • 2 દિવસથી અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું છતાં લોકોને ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો
  • શહેરના વિવિધ વિસ્તારમાં પ્રોપર્ટી લે વેચના આશરે 50 કરોડથી વધુના સોદા અટકી પડ્યા

કોરોના મહામારીમાં છેલ્લા બે મહિનાથી જનસેવા કેન્દ્રો બંધ રહેતા અશાંતધારાની અરજીઓ સ્વિકારવાનું પણ બંધ છે. જેના કારણે 500 જેટલી અરજીઓ પેન્ડિંગ તેમજ સ્વિકારવામાં જ નથી આવી. અશાંતધારાની અરજીઓ સ્વિકારવાનું બંધ કરાતા અશાંત વિસ્તારોમાં થતા પ્રોપર્ટીના સોદા રદ અથવા તો મોકૂફ રહ્યાં હતાં. જેના કારણે લોકો પણ હેરાન-પરેશાન થયા હતા. દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે અહેવાલ પ્રસિધ્ધ કરાતાં તંત્રે તાત્કાલિક 3 જૂનથી અરજીઓ સ્વિકારવાનું શરૂ કર્યું હતું. જોકે અરજીઓ સ્વીકારતા હોવાનું તંત્રે શરૂ કર્યું હોવા છતાં લોકોની અરજીઓ હજુ પણ સ્વીકારવામાં ન આવતા તેમને ધક્કા ખાવાનો વારો આવતો હોવાની ફરિયાદો છે એમ જાણવા મળે છે.

વડોદરામાં અશાંતધારા વિસ્તાર હેઠળ 700 વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે અશાંતધારા હેઠળ મહિને 400 જેટલી અરજીઓ કરવામાં આવે છે. જેમાં એક જ કોમ અથવા તો બે અલગ અલગ કોમના વ્યક્તિઓ મિલકત લે -વેચ કરવી હોય તો તે માટે કલેક્ટર કચેરી અથવા પ્રાંત કચેરી હેઠળ અરજી કરવાની હોય છે.

કોરોના મહામારીમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓને કોરોના થઈ જતા તેમજ અમુક કર્મચારીઓના કોરોનાના કારણે મૃત્યું પણ થઈ જતા કચેરીઓ થોડા દિવસો માટે બંધ કરી દેવાઈ હતી. જ્યારે જનસેવા કેન્દ્રો બે મહિનાથી બંધ હતાં. જેના કારણે અશાંતધારાની અરજીઓ તંત્ર સ્વિકારતું જ ન હતું. બીજી તરફ અરજીઓનો નિકાલ ન થતા અશાંત વિસ્તારોમાં મકાનો લે વેચના આશરે 50 કરોડથી વધારાના સોદા અટકી પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...