વિદ્યાર્થીઓને હાલાકી:PhDના 100 છાત્રો માટે જાહેર સ્કોલરશિપ યોજના કાગળ પર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂા.1.20 કરોડ રૂપિયાનું બજેટ પણ તેના માટે ફાળવવામાં આવ્યું હતું યુનિ.માં એડમિશન થઇ ગયા, પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ના મળી

એમ.એસ.યુનિવર્સિટી દ્વારા પીએચડીના 100 વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલી સ્કોલરશીપ યોજના કાગળ પર રહી જવા પામી છે. વિદ્યાર્થીઓના એડમીશન થઇ ગયા પંરતુ સ્કોલરશીપ હજુ સુધી મળી નથી. નેક કમીટી આવવાની હોવાથી મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અમલ કરવામાં આવી રહ્યો નથી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ગત ઓકટોમ્બર 2020માં પીએચડી સ્કોલર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી હતી. રીસર્ચને પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજનાની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

રૂપિયા 1.20 કરોડ રૂપિયાનું બજેટ પણ તેના માટે ફાળવવામાં આવ્યું હતું. મેરીટના આધારે પસંદ થયેલા 100 વિદ્યાર્થીઓને 10 હજારની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરાઇ હતી. જોકે 9 મહિનાનો સમય વિતી ગયો છે અને યુનિવર્સિટીમાં 300 જેટલા પીએચડીના વિદ્યાર્થીઓએ પ્રવેશ પણ મેળવી લીધો છે જોકે હજુ સુધી આ યોજનાનો અમલ કરાયો નથી. રાજય સરકાર દ્વારા પણ પીએચડીની સ્કોલરશીપ આપે છે તે હજુ અપાઇ નથી.

જોકે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સરકાર સ્કોલશીપ આપે ત્યાર પછી અન્ય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી શકે તે હેતુથી હજુ સુધી કાર્યવાહી કરવામાં ના આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે જાહેરાતો કરવામાં શૂરા સત્તાધીશો દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે તમામ વાતો માત્ર કાગળો પર જ રહી જાય છે.જેથી છાત્રોમાં નારાજગી વ્યાપી છે.એમ આધારભુત સાધનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...