તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન જેવા કપરા સમયમાં લોકો એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે. પરંતુ શહેર પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓના જડ વલણના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. નવાબજારથી શુસેન દવાખાને જઇ રહેલા માતા પુત્રીના વાહનને દસ્તાવેજો હોવા છતાં ડિટેન કરી બહાદુરી બતાવતા પોલીસની કામગીરી સામે નારાજગી પ્રવર્તી છે. નવાબજાર વિસ્તારમાં રહેતા ગીતાબેન પાનાવાલાની સોમવારે સુશેન ખાતે આવેલા ખાનગી હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ હતી. સવારે પુત્રી કિંજલ સાથે તેઓ એક્ટિવા પર બેસી સુશેેન જવા નીકળ્યા હતા.
કિંજલના જણાવ્યા અનુસાર સુશેન સર્કલ પર મહિલા પીએસઆઈ ચૌધરીએ તેઓની એક્ટિવા રોકી દસ્તાવેજો માંગ્યા હતા. જોકે માતા ગીતાબેનને ચક્કર આવતા હોવાથી પુત્રી કિંજલે પીએસઆઈને હોસ્પિટલ જવા દેવા રજુઆત કરી હતી. પરંતુ પીએસઆઇ ચૌધરી એક મહિલા હોવા છતાં તેઓની એક્ટિવા ડિટેઇન કરી હતી. ત્યારબાદ મહિલા પીએસઆઈએ તેમનું વાહન આપી હોસ્પિટલ મોકલ્યા હતા.કિંજલના જણાવ્યા અનુસાર હોસ્પિટલ જઈ આવી તેણીએ પોતાના ડીજી લોકરમાં રાખેલા લાયસન્સ અને આર.સી. બુક પણ બતાવ્યા હતા. તેમ છતાં પીએસઆઈ ચૌધરી માન્યા ના હતા અને કિંજલ પાસે લાઇસન્સ નહીં હોવાનું કારણ આપી વાહન જપ્ત કર્યુ હતું.આ અંગે મકરપુરા પીઆઇ આર.એ. પટેલને પૂછતાં તેઓને આ અંગે કોઈ માહિતી નહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.