• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • PSI Goes To Dinner And Anthony Gets A Chance To Escape From Hotel, Arrest Of PSI, Hotel Manager And Room Boy, Will Be Presented In Court Today

વડોદરા એન્થોની ફરાર કેસ:PSI જમવા ગયા અને હોટલમાંથી ભાગવાનો એન્થોનીને મોકો મળ્યો; PSI, હોટલના મેનેજર અને રૂમ બોયની ધરપકડ; આજે કોર્ટમાં રજૂ કરાશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી એન્થોનીની તસવીર - Divya Bhaskar
આરોપી એન્થોનીની તસવીર
  • કુખ્યાત આરોપીને હોટલમાં લઇ જનાર PSI સહિત 8 સામે ગુનો નોંધાયો

છોટાઉદેપુર સબ જેલમાંથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા કુખ્યાત અનિલ ગંગવાની ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. આ મામલે સયાજીગંજ પોલીસ મથકે પી એસ આઈ સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ભાગવાનો પ્લાન પૂર્વનિયોજીત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે જાપ્તા ના પી એસ આઈ જે પી ડામોર જમવા ગયા એ મોકા નો લાભ ઉઠાવી એન્થોની સાગરીતો સાથે ભાગી ગયો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

પૂજા હોટેલનો રૂમ નંબર 6 (પ્રથમ તસવીર) જયાં એન્થોની પરિવાર સાથ બેઠો હતો. તેમજ રૂમ નંબર 7 (બીજી તસવીર)જયાં પીએસઆઇ ડામોર અને એન્થોનીના સાગરિતો બેઠા હતા.
પૂજા હોટેલનો રૂમ નંબર 6 (પ્રથમ તસવીર) જયાં એન્થોની પરિવાર સાથ બેઠો હતો. તેમજ રૂમ નંબર 7 (બીજી તસવીર)જયાં પીએસઆઇ ડામોર અને એન્થોનીના સાગરિતો બેઠા હતા.

સયાજીગંજ પોલીસ મથકે છોટાઉદેપુર પોલીસ હેડ ક્વાર્ટર ના ઇન્સ્પેક્ટર આર સી રાઠવા એ આ મામલામાં 8 ની સામે ફરિયાદ નોંધાવી છે જે પૈકી પીએસઆઇ, હોટલના મેનેજર અને રૂમ બોયની ધરપકડ કરાઇ છે. બાકી ના આરોપી ઓને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે. જોકે હજી એન્થોનીના સગડ મળ્યા નથી. કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે એન્થોનીને છોટાઉદેપુર સબ જેલમાંથી સારવારના બહાને સયાજી હોસ્પિટલમાં લવાયા બાદ પ્રતાપગંજની પૂજા હોટલમાં પરિવારને મળવા લઇ જવાયો હતો. જયાંથી જાપ્તાના જવાનોની નજર ચૂકવી એન્થોની ભાગી ગયો હતો.

પોલીસે શુક્રવારે જ પ્રતાપગંજની હોટેલ પૂજા જ્યાંથી એન્થોની જાપ્તા ની બેદરકારી થી ભાગ્યો હતો તેના સી સી ટી વી ફૂટેજ અને ડી વી આર કબ્જે કર્યું હતું. પોલીસના હાથમાંથી બીજી વાર ભાગી જનાર અનિલ ઉર્ફે એન્થોનીને ઝડપી પાડવા શુક્રવાર રાત્રે જ ત્રણ સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા પરંતુ એ હાથમાં આવ્યો ન હતો. પોલીસે એના સંપર્કો અને સંભવિત સ્થાનો ઉપર તપાસ હાથ ધરી છે ઝડપાયેલા પી એસ આઈ ડામોર અને પૂજા હોટલ ના સુનીલ અને મનીષની ધરપકડ કરી છે. ત્રણેયને રિમાન્ડ માટે રવિવારે કોર્ટમાં રજૂ કરાશે.

PSI ડામોરને સસ્પેન્ડ કરાયા
છોટાઉદેપુર સબ જેલ થી જાપ્તામાં એન્થોની ને લઈ આવેલા પી એસ આઈ જયંતીભાઈ ડામોરને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે જાપ્તાના પો કો સુભાષભાઈ અને પો કો અજયભાઈ અને લોકરક્ષક કલ્પેશ ઠાકોરની આ મામલામાં સંડોવણી છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે .

એન્થોનીને અલગ રૂમમાં પરિવાર સાથે બેસાડી PSI 40 મિનિટ ગુમ
છોટાઉદેપુર થી સવારે અન્ય કેદીઓ સાથે નીકળેલા પી એસ આઈ ને સયાજી હોસ્પિટલ હોસ્પિટલ પહોંચ્યા બાદ એન્થોની એ ફ્રેશ થવા અને દીકરીને મળવા પ્રતાપગંજ ની હોટેલ માં લઇ જવા રાજી કરી લીધા હતા. 27 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો અને અગાઉ જાપ્તામાંથી ભાગી ચૂકેલા એન્થોનીની વાતમાં આવી ગયેલા પી એસ આઈ ડામોર એને લઈ હોટેલ પૂજા ઉપર પહોંચ્યા હતા. જ્યાં અગાઉ થી સાગરીતો ની હાજરી છતાં સમજી નહિ ચૂકેલા પી એસ આઈ એ એન્થોની ને જુદા રૂમમાં પરીવાર ને મળવાની છૂટ આપી બાદમાં રૂમ ને ખુલ્લી મૂકી ડામોર જમવા માટે 40 મિનિટ માટે હોટેલની બહાર ગયા હતા. એ સમય નો મોકો ઉઠાવી એન્થોની સાગરીતો સાથે લાવેલી કાર માં ભાગી છૂટ્યો હોવાની વાત બહાર આવી છે.

કવાંટનો સન્ની અને સાદીક કાર લઇને આવ્યા હતા
છોટાઉદેપુર જેલમાંથી એન્થોની ત્રણવાર એસએસજીમાં લવાયો હતો. જેમાંથી બે વખત જાપ્તા સાથે પૂજા હોટેલ ખાતે આવ્યો હતો. શુક્રવારે કવાંટનો સન્ની પંચોલી અને સાદિક મકરાણી છોટાઉદેપુરથી પોલીસની એમ્બ્યુલન્સ ની પાછળ કાર લઇને આવ્યા હતા. મોકો મળતાં એન્થોનીને લઈ ભાગી ગયા હતા.

કોની સામે ગુનો નોંધાયો?

  • અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાની
  • પી એસ આઈ જે પી ડામોર
  • અનિલની પત્ની સુમનબેન,
  • અનિલ ની બહેન જયશ્રી
  • સાગરીત સન્ની પંચોલી
  • ડ્રાઈવર સાદિક મકરાણી,
  • પૂજા હોટેલ નો મેનેજર સુનીલ પરમાર
  • રૂમ બોય મનીષ મેકવાન ( આઇપીસી 221,222,223,224,120 બી અને 114 મુજબ ગુનો નોંધાયો છે)

જે કારમાં ભાગ્યો તે શહેરમાં જ હોવાની પોલીસને શંકા
પૂજા હોટેલ પર થી એન્થોની જે કારમાં ભાગ્યો હતો એ કાર હજી સુધી શહેરની બહાર નીકળી નથી. પોલીસ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે સફેદ કલર ની મારુતિ અર્ટિગા કારને શોધવા માટે શહેર ની બહાર જતા માર્ગના સી સી ટી વી ફૂટેજ ચેક કરાયા હતા પરંતુ એ કાર બહાર જતી દેખાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...