તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અણખોલ દારૂ કેસમાં PSI સરવૈયા સસ્પેન્ડ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂના બે કેસની તપાસ વિજિલન્સને સોંપાઇ
  • તપાસનો રેલો LCB સુધી પહોંચે તેવી શક્યતા

તાજેતરમાં અણખોલમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દારૂ સહિતનો 3.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં ડીજીપીએ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ જે.ડી. સરવૈયાને સસ્પેન્ડ કર્યા હતા. વાઘોડિયાના રાજનગર અને માડોધરમાંથી પણ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 5.53 લાખનો દારૂ પકડ્યો હતો.

આ પ્રકરણની તપાસ પણ સ્ટેટ વિજિલન્સને સોંપાઇ છે. બંને પ્રકરણમાં નામચીન બૂટલેગર લાલુ સિંધીએ દારૂ સપ્લાય કર્યો હતો. ડીએસપીએ તાલુકા પીએસઆઇ સરવૈયાની ગ્રામ્યના ડીવાયએસપીના રીડર તરીકે બદલી કરી હતી. જોકે ડીજીપીએ ગંભીરતા જોઈ સસ્પેન્ડ કરી દીધા હતા. આ સમગ્ર પ્રકરણનો રેલો ગ્રામ્ય એલસીબી સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. રાજસ્થાનમાં પકડાયેલા દારૂની તપાસ માટે પોલીસ વડોદરા આવી હોવાની અટકળો વહેતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...