પ્રવેશ:2300 છાત્રોની કામચલાઉ યાદી જાહેર થશે,12મીએ પ્રવેશ અપાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયન્સ ફેકલ્ટીમાં આજે મેરિટની યાદીની જાહેરાત કરાશે​​​​​​​

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સોમવારે 8 ઓગષ્ટના રોજ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. 2300 વિદ્યાર્થીઓની પ્રોવીઝનલ યાદી જાહેર કરાશે. 12 તારીખે એડમીશન લીસ્ટની જાહેરાત કરવામાં આવશે ત્યાર પછી વિદ્યાર્થીઓનો પ્રવેશ નક્કી થશે. 22 ઓગષ્ટથી એફવાય બીએસસીના કલાસ શરૂ કરવામાં આવશે.

યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં 2600 જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે અરજી કરી હતી. જેમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓએ તેમના ડોકયુમેન્ટ જ અપલોડ કર્યા ના હતા. ત્યારે 2300 વિદ્યાર્થીઓની જનરલ મેરીટ યાદીની જાહેરાત 8 ઓગષ્ટે કરાશે. વિદ્યાર્થીઓના પ્રીન્સીપલ વિષય સાથેની યાદી જાહેર થશે. વિદ્યાર્થીઓના ફાયનલ પ્રવેશનું લીસ્ટ 12 મી તારીખે જાહેર કરવામાં આવશે.

પાદરા હાયર પેમેન્ટમાં 98 બેઠકો જ ભરાઇ
પાદરા ખાતે સાયન્સ દ્વારા હાયર પેમેન્ટ ધોરણે બેઠકો ભરાય છે. વિવિધ વિષયોની 420 બેઠકો છે જેમાં માત્ર 98 બેઠકો ભરાઇ છે. જેમાં 60 માઇક્રોબાયોલોજીની અને 38 કેમિસ્ટ્રીની છે. ખાલી પડેલી બેઠકો માટે વડોદરા સાયન્સની પ્રક્રિયા પૂરી થઇ ગયા પછી બીજા રાઉન્ડનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...