ધસારો:એફવાયબીએમાં 1354 છાત્રને પ્રોવિઝનલ પ્રવેશ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્ટસ ફેકલ્ટીમાં 2263 અરજી મળી
  • 369 વિદ્યાર્થીએ સબજેક્ટ પ્રેફરન્સ આપ્યો નથી

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં 1354 વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. એફવાય બીએ માટે 2263 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી 369 વિદ્યાર્થીઓએ સબજેક્ટ પ્રેફરન્સ હજુ સુધી આપ્યો નથી, જ્યારે 540 વિદ્યાર્થીઓનાં ડોક્યૂમેન્ટ અધૂરાં હોવાના કારણે તેમને પ્રવેશ મળી શક્યો નથી.

મ.સ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટીમાં 11 જૂનથી જ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. 16 ઓગસ્ટ બાદ ફોર્મ સ્વીકારવાનું બંધ કરાયું હતું.ગત વર્ષે 1900 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યાં હતાં, તેમાંથી 1500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો હતો. જ્યારે ચાલુ વર્ષે માસ પ્રમોશનના કારણે 2200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી છે, જેમાંથી 1700 થી 1800 વિદ્યાર્થીઓ લે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...