ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બજેટ રજૂ થયા બાદ હાલ અલગ અલગ ધારાસભ્યો દ્વારા પોતાના મતવિસ્તારની રજૂઆત કરતા હોય છે. ત્યારે શુક્રવારે ડભોઈના ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાં ખેડુતોને દિવસે પણ વિજળી આપવામાં આવે કારણ કે વિધાનસભાના ક્ષેત્રમાં દિપડાનો ત્રાસ દેખાય છે. જેને લઈ વિજળીના મુદ્દે ચોક્કસ નિર્ણય થવો જોઈએની માગણી કરી હતી. ઉપરાંત ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના વિસ્તારના અને તમામ ખેડુતોને દિવસે પણ વિજળી પુરી પાડવામાં આવે તેવી માગણી કરાઈ છે
ઉપરાંત ડભોઈ થી હાઈવે સ્ટેચ્યુ તરફ જઈ રહ્યો છે . હાઈવે પરની સ્ટ્રીટલાઈટોનું બિલ ભરવાની જવાબદારી નગરપાલિકા પર આવી જાય છે. પહેલેથી જ નગરપાલિકા પાસે ઓછું ભંડોળ હોવાના કારણે આર્થીક કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેવામાં વારંવાર નગરપાલિકાના જોડાણો કાપી નાખવામાં આવી રહ્યા છે. જે રસ્તો સ્ટેટ હાઈવે નો હોય જે રોડ આરએન્ડબીએ બનાવ્યો હોય તો તેના પરના લાઈટનું બિલ પણ આરએન્ડબીને ભરવું જોઈએ તેવી પણ ધારાસભ્યએ માગણી કરી છે. તો નગરપાલિકાને વારીગૃહ ચલાવવા માટે વિજળીમાંથી રાહત આપવી જોઈએની માગણી પણ કરવામાં આવી છે.
2020માં વડાપ્રઘાન મોદીએ શરૂ કરેલી યોજના કીશાન સુર્યોદય યોજના હેઠળનો મુખ્ય ઉદેશ્ય ખેડુતોને દિવસે પણ વિજળી આપવાનો હતો.ત્યારે ખેડુતોને દિવસ દરમિયાન 8 કલાક વિજળી આપવી જોઈએ તેવી ડભોઈના ધારાસભ્યએ માગણી કરી છે. સાથે જ આજના ગ્રીન એનર્જીના સમયમાં ગામડાઓના ખરાબાની જમીનમાં સોલાર પેનલ લગાવીને તેના થકી ખેડુતોને વિજળી પુરી પાડવા પર પણ વિચાર કરવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.