વિરોધ:વિવિધ તાલુકાના તલાટીઓનું કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

વડોદરા/છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નોને લઇ રાજ્યવ્યાપી આંદોલનમાં ડભોઇના તલાટીઓએ પણ દેખાવો કર્યા હતા. - Divya Bhaskar
સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નોને લઇ રાજ્યવ્યાપી આંદોલનમાં ડભોઇના તલાટીઓએ પણ દેખાવો કર્યા હતા.
  • તલાટી કમ મંત્રીઓનું રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન
  • માગણી પૂરી નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આદેશ અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો ઉકેલ ન આવતા મહામંડળના સમર્થનમાં જિલ્લાના વિવિધ તાલુકાના તલાટીઓએ સોમવારે કાળી પટ્ટી બાંધી સૂત્રોચાર પોકારી દેખાવો કર્યા હતા. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઈ એલ મોદીની સુચના મુજબ અને જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે તલાટી મંત્રીનું મહેકમ મંજૂર કરાયું હતું. જેને 58 વર્ષ જેટલો સમય થયો છે. પંચાયત વિભાગની કામગીરી ઉપરાંત 22 પ્રકારની ઓનલાઇન કામગીરી અને મનેરેગા સહિત તમામ યોજનાકીય કામગીરી કરે છે.

રાજ્ય સરકાર પાસે તલાટી મંત્રી સ્વર્ગનાના પડતર પ્રશ્નો અંગે તલાટી મંત્રીનું નવું મહેકમ મંજૂર કરી એક ગામમાં એક તલાટી મંત્રીની નિમણૂંક કરવા અંગે તેમજ વિવિધ અનેક પ્રશ્નોની માંગણી અંગે સરકારને તારીખ 6/10/2018માં આપેલ બાહેધરીનું સતત ત્રણ વર્ષ થયા છતાં પડતર પ્રશ્નોનો કોઈ સુખદ ઉકેલ સરકાર દ્વારા લાવવામાં આવેલ નથી.

જે વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં આવે. અન્યથા વર્ષોથી તલાટીમંત્રી કેડરને થતા અન્યાય સામે આજદિન સુધી એક પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં સમગ્ર રાજ્ય સહિત ડભોઇ, શિનોર, ડેસર, સાવલી ઉપરાંત સંખેડા, નસવાડી, કવાંટ વગેરે ખાતે પણ તા.20ના રોજ તલાટી કમ મંત્રીનો હકારાત્મક નિરાકરણ લાવવા તા.પંચા. કચેરીએ તમામ તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જ્યારે તલાટી મંડળે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વારંવારની રજૂઆતો સરકારમાં કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનો સુખદ ઉકેલ ન આવવાને કારણે અને વહેલી તકે ઉકેલ નહીં આવે તો સમગ્ર રાજ્યમાં 12 ઓક્ટોબરે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ ગાંધીનગર સત્યાગ્રહ સાથે એક દિવસના ધરણાં કરશે. છતાં પ્રશ્નોનો નિકાલ ન થાય તો અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરાશે.

પાદરા તાલુકાના તલાટીઓએ વિરોધ નોંધાવ્યો
પાદરા તાલુકા તલાટી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓ સરકાર નહિ સ્વીકારતા આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. પાદરા તાલુકાના તમામ તલાટીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર હાજર રહીને વિરોધ દર્શાવ્યો હતો. પાદરા તાલુકા પંચાયતના ગામોમાં ફરજ બજાવતા તલાટીઓ આંદોલનના ભાગરૂપે તમામ તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો અને ફરજ પર હાજર રહ્યા હતા. પાદરા તાલુકાના તલાટીઓએ પાદરા તાલુકા પંચાયત ખાતે એકત્રિત થયા હતા અને વિરોધ દર્શવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...