તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાત જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દિવાળીપુરા વેક્સિન ઇન્સ્ટિટયૂટ ખાતે કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સમાન હક આપવાની માંગ સાથે કર્મચારીઓના સૂત્રોચ્ચારો
દિવાળીપુરા વેક્સિન ઇન્સ્ટિટયૂટ ખાતે બુધવારે આઉટસોર્સના કર્મચારીઓએ ગુજરાત જનતા જાગૃતિ મંચની આગેવાની હેઠળ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. ગુજરાત જનતા જાગૃતિ મંચના અગ્રણી ચંદ્રકાન્ત ભારતીયના જણાવ્યા અનુસાર ઝોનના સાત જિલ્લાઓ વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સિવિલ હોસ્પિટલનો સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલો જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં આઉટસોર્સિંગના 6 હજાર કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. જો આગામી દિવસોમાં કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
હડતાળ પાડવા છતાં કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ થયા નથી
ગુજરાત જનતા જાગૃતિ મંચના અગ્રણી રજનીકાંત ભારતીયએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને એક કર્મચારી દીઠ રૂપિયા 15થી રૂપિયા 25 હજાર ચુકવવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર રૂપિયા 8થી 10 હજાર ચૂકવવામાં આવે છે અને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. કર્મચારીઓ અવાજ ઉઠાવે તો કોન્ટ્રાક્ટરો દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં અને હડતાળ પાડવા છતાં કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ થયા નથી.
છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગમાં કર્મચારીઓનું શોષણ થતું હોવાથી આઉટ સોર્સિંગની નીતિ નાબૂદ કરવામાં આવે અને સરકાર દ્વારા સીધી વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તે જરૂરી છે. કમિશનરના આદેશાનુસાર કોન્ટ્રાક્ટરોને કર્મચારીઓના એસ્ક્રો એકાઉન્ટ ખોલવા માટે સૂચના આપવામાં આવી છે. છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા એકાઉન્ટ ખોલવામાં આવતા નથી. છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.