વિવાદ:ઢોરો માટે ચિખોદરાની જમીન ફળવાતાં વિરોધ, ગ્રામજનોનો સવાલ, તો અમારાં ઢોર ક્યાં ચરશે?

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં રસ્તે રખડતા ઢોરો માટે ચિખોદરા ગામની જમીન ફાળવવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે. જેમાં શહેરના રખડતા ઢોરો માટે ગૌચરની જગ્યા ફાળવવામાં આવતા ચિખોદરા ગામના પશુપાલકો માટે જીવાદોરીનો પ્રશ્ન ઉભો થયો છે.ચિખોદરા જૂથ પંચાયત દ્વારા વડોદરા કલેક્ટરને આવેદન આપી જણાવ્યું હતું કે, ચિખોદરાના રબારી, ભરવાડ, રાઠોડીયા, બારીયા, પટેલ, વણકર અને હરિજન વગેરે સમાજના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે.

પશુપાલકો ચિખોદરા ગામની ગૌચર જમીનમાં પશુઓને ચરાવે છે. જેના આધારે જ તેમનો જીવન નિર્વાહ ચાલે છે. હાલમાં કલેક્ટર દ્વારા શહેરના રખડતા ઢોરો માટે ચિખોદરાની બ્લોક સર્વે નંબર 420 વાળી જમીન ફાળવવાની જાહેરાત કરી છે. આ પ્રમાણે જો ચિખોદરા ગામની ગૌચરની જગ્યા ફાળવાય તો ચિખોદરા ગામના પશુપાલકો માટે જીવાદોરીનો પ્રશ્ન સર્જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...