તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:દંતેશ્વર સ્મશાનમાં કોરોના દર્દીના મૃતદેહોના અગ્નિદાહ સામે વિરોધ

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઊંડેરામાં સ્થાનિક રહીશોના વિરોધ બાદ હવે દંતેશ્વરમાં પણ હોબાળો
 • મોડી રાતે ટોળાં એકત્ર થતાં મકરપુરા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો

શહેરમાં કોરોનાના વધતા વ્યાપ વચ્ચે મૃતદેહોનું ભારણ વધતા તંત્ર દોડતું થયું છે. શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલથી મૃતદેહોની અંતિમ વિધિની કામગીરી શરૂ કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોડીરાતે લોકોએ હોબાળો મચાવતા મકરપુરા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

કોરોના કેસ વધતાં શહેરના પૂરું આ પ્રોટોકોલ થી મૃતદેહોના નિકાલ કરવા માટે નકકી કરાયેલા ખાસવાડી, અકોટા, ગોત્રી અને વાસણા આ સિવાય અન્ય પાંચ સ્મશાનમાં મૃતદેહના નિકાલ કરવાનું નક્કી કરાયું છે. શહેરના દંતેશ્વર સ્મશાનમાં પણ શુક્રવારથી થ્રી લેયર કિટમાં આવતા મૃતદેહોની અંતિમ વિધિ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે મૃતદેહોને કોવિડ પ્રોટોકોલથી અંતિમદાહ આપવામાં આવ્યો હતો. જોકે દંતેશ્વર સ્મશાનમાં આ કામગીરીનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે મોડીરાતે સ્મશાન નજીક રહેતા લોકોએ એકત્ર થઈ સ્મશાનમાં થ્રી લેયર પીપીઈ કીટમાં લપેટેલા મૃતદેહોને નિકાલ નહી કરવાની દલીલ સાથે હોબાળો મચાવતાં મકરપુરા પોલીસ સ્થળ પર દોડી મામલો થાળે પાડ્યો હતો.

શહેરમાં કોરોનાના કેસ વધવા સાથે મૃતદેહનો આંક વધતા તેની અંતિમવિધિ માટે શહેરના કુલ 9 સ્મશાનમાં મૃતદેહોની અંતિમવિધિની કામગીરી શરૂ કરાઈ છે. શહેરના મકરપુરા સ્મશાનમાં શુક્રવારથી મૃતદેહોની કોરોના પ્રોટોકોલથી નિકાલ કરવાનું નક્કી કરાયું છે. શનિવારે સવારમાં થ્રી લેયર પીપીઈ કિટમાં પેક બે મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી છે. ભવિષ્યમાં મૃતદેહો વધશે તેવા અનુમાનથી શનિવારે સ્મશાનમાં બે ચિતાની સાથે વધુ એક ચિતા બનાવાઇ છે. સવારથી સ્મશાનમાં વધુ એક ચિતાને લગાવવાની કામગીરી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો