હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં ઘટસ્ફોટ:દુષ્કર્મના દિવસે આરોપી અશોક જૈન વડોદરામાં ન હોવાના પુરાવા વકીલે કોર્ટમાં રજૂ કર્યાં, હવે આગોતરા જામીન અરજીના ચુકાદા પર નજર

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશોક જૈને 2-3 સપ્ટેમ્બરે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસનું સોગંધનામુ
  • 1થી 3 સપ્ટેમ્બર સુધી આરોપી વડોદરાની બહાર હોવાના વકીલે પુરાવા રજૂ કર્યાં
  • વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, 1થી 3 સપ્ટેમ્બર સુધી અશોક જૈન લખનૌની હોટેલમાં હતો
  • આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ચુકાદો 8 ઓક્ટોબરના રોજ થશે

વડોદરા શહેરના ચકચારી હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં વોન્ટેડ અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ચુકાદો 8 ઓક્ટોબરના રોજ થશે. પોલીસે આરોપીને આગોતરા જામીન ન આપવા માટે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, આરોપીએ 2 અને 3 સપ્ટેમ્બરે પીડિતાના વાળ પકડી માર માર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આરોપીના ધારાશાસ્ત્રીએ પોલીસના સોંગદનામા સામે એવી દલીલ કરી હતી કે, આરોપી 1થી 3 સપ્ટેમ્બર સુધી વડોદરામાં ન હતા. તેઓ લખનૌની હોટલમાં હતા.

19 સપ્ટેમ્બરે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી
નોંધનીય છે કે, વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં એલ.એલ.બીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ મંડળમાંથી હાંકી કઢાયેલા રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી લઇ આજદિન સુધી અશોક જૈન ફરાર છે. જ્યારે અન્ય આરોપી રાજુ ભટ્ટ અને તેને મદદ કરનાર નંદન કુરીયર સર્વિસના સંચાલક કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને કાનજી મોકરીયાને કોર્ટે જેલમાં મોકલી આપ્યો છે.

અશોક જૈને 2-3 સપ્ટેમ્બરે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસે સોગંધનામુ રજૂ કર્યું હતું
અશોક જૈને 2-3 સપ્ટેમ્બરે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસે સોગંધનામુ રજૂ કર્યું હતું

પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું
દરમિયાન આ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, 2 અથવા તા. 3 સપ્ટેમ્બરના રોજ પીડિતા ફ્લેટ પર(નિસર્ગ એપાર્ટમેન્ટ) ટીફીન લઇ આવી હતી. તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું.

1થી 3 સપ્ટેમ્બર સુધી આરોપી વડોદરાની બહાર હોવાના વકીલે પુરાવા રજૂ કર્યાં
1થી 3 સપ્ટેમ્બર સુધી આરોપી વડોદરાની બહાર હોવાના વકીલે પુરાવા રજૂ કર્યાં

1થી 3 સપ્ટેમ્બર સુધી અશોક જૈન લખનૌની હોટેલમાં હતો
પોલીસ દ્વારા રજૂ કરાયેલા સોંગદનામા સામે આરોપી અશોક જૈનના વકીલ દ્વારા કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી અશોક જૈન 1થી 3 સપ્ટેમ્બર-2-21ના રોજ વડોદરામાં ન હતા. તેઓ પ્રવાસ અર્થે શહેર બહાર હતા. જે અંગેની જરૂરી પુરાવારૂપ ફ્લાઇટની ટીકીટો રજુ કરી હતી. વકીલે રજુ કરેલા પુરાવા મુજબ, 1થી 3 સપ્ટેમ્બરના રોજ અશોક જૈન લખનૌની હોટેલમાં હતા. 1 સપ્ટેમ્બરના રોજ તેઓની વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી લખનૌની ફ્લાઇટ હતી. અશોક જૈન 3 સપ્ટેમ્બરના રોજ લખનૌથી દિલ્હી પહોંચ્યાં હતા અને ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી વડોદરા ફ્લાઇટમાં પરત ફર્યા હતા. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ચુકાદો 8 ઓક્ટોબરના રોજ થશે
આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ચુકાદો 8 ઓક્ટોબરના રોજ થશે

સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ
તપાસ અધિકારીએ અશોક જૈને કરેલી આગોતરા જામીન અરજીમાં રજૂ કરેલા સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ કર્યો છે. સાક્ષીઓમાં તબીબ અને એફએસએલ અધિકારીઓ સહિતનાં નામો છે. તો મહિલા સમાજીક કાર્યકર સહિતનાને સાક્ષી બનાવવામાં આવ્યાં છે. સોગંદનામામાં ફરિયાદી ભોગ બનનારનું 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું હોવાની બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે.

આગોતરા જામીન અરજીમાં રજૂ કરેલા સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ કર્યો છે
આગોતરા જામીન અરજીમાં રજૂ કરેલા સોગંદનામામાં 17 પંચ અને 43 સાક્ષીનો ઉલ્લેખ કર્યો છે

આગોતરા જામીન ન આપવા પોલીસે 19 કારણો રજૂ કર્યાં
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈને આગોતરા જામીન મૂક્યા બાદ આજે તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કરી અરજદારની આગોતરા જામીન અરજી કેમ નામંજૂર કરવી જોઇએ તેનાં રેકોર્ડબ્રેક 19 કારણો રજૂ કર્યાં હતાં. જેમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે, અશોક જૈન ભોગ બનનાર ફરિયાદીને ઇન્વેસ્ટરોને ખુશ કરવા માટે સબંધ રાખવાનું દબાણ કરતો હતો એટલે જો તેને આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવશે તો ઇન્વેસ્ટરોના નામો જાહેર નહી કરે. જામીન અરજીની વધુ સુનાવણી આજે હાથ ધરાશે.

આગોતરા જામીન અરજી કેમ નામંજૂર કરવી જોઇએ તેનાં રેકોર્ડબ્રેક 19 કારણો રજૂ કર્યાં હતાં.
આગોતરા જામીન અરજી કેમ નામંજૂર કરવી જોઇએ તેનાં રેકોર્ડબ્રેક 19 કારણો રજૂ કર્યાં હતાં.

પોલીસે કયાં કારણો રજૂ કર્યાં?
અરજદાર ભોગ બનનાર ફરિયાદી પર ઇન્વેસ્ટરોને ખુશ કરવા માટે દબાણ કરતો હતો.
પ્રણવ શુક્લના નિવેદનમાં તેણે નોકરી માટે ફરિયાદીની આરોપી સાથે મુલાકાત કરાવી હતી.
કર્મચારીના નિવેદનમાં ફરિ. નોકરી પર હતી તે પ્રસ્થાપિત થાય છે.
અરજદારે ફ્લેટ ભાડે લઇ આપ્યો હતો . છેલ્લા મહિનાનું ભાડુ પણ તેણે ચૂકવ્યું છે. ફ્લેટની એક્સ્ટ્રા ચાવી અરજદાર પાસે રહેતી હતી.
ફરિયાદીને હેલીગ્રીન પેન્ટહાઉસ લઇ જઇ ત્યાં કેફી પીણુ પિવડાવી શારિરિક અડપલા કર્યાં હતા. મોબાઇલ લોકેશનના પુરાવા છે.
નિસર્ગ ફ્લેટમાં માર મારી બળજબરીથી સબંધ બાંધેલ છે અને ધમકી આપી છે. ફ્લેટના સીસીટીવી ફુટેજ છે.
ફરિયાદીએ રાજુ ભટ્ટે મોકલેલ ફોટા બાબતે પુછતા ફ્લેટ પર આવી ફરિયાદ ન કરવાનું કહી મોબાઇલ તોડી નાંખી નવો મોબાઇલ ફોન અપાવ્યો તે દુકાનના સીસીટીવી ફુટેજ છે.
અરજદાર આરોપી મુખ્ય સુત્રધાર છે અને સ્પાઇ કેમેરાથી વિડીયો શુટીંગ કર્યું છે ત્યારે પ્રથમ દર્શનીય ગુનો જણાઇ રહ્યો છે.
ફરિયાદીને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી છે.
ફરિયાદ ન કરવાના બદલામાં સીઇઓનો હોદ્દો આપવાની અને સહારા ડીલમાં 50 ટકા ભાગીદાની ઓફર કરી છે.
લોની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી ગંભીર કૃત્ય આચર્યું છે.
ભોગ બનનારનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું છે .
ફિરાયાદ નોંધાયા બાદ અરજદાર ફરાર થઇ ગયો છે અને તેણે તપાસમાં કોઇ સહકાર આપ્યો નથી.
વિડીયો બાબતે સાચી હકીકત નહી જણાવે.
ઇન્વેસ્ટરો સાથે સબંધનું દબાણ કરતો હતો તેના નામો નહી કહે.
અરજદાર પૈસાદાર અને વગદાર વ્યક્તિ છે, સાક્ષીને ફોડશે.
જો આગોતરા જામીન મંજૂર થશે તો મુદતે હાજર નહી રહે.
અરજદારે અશોભનીય જધન્ય કૃત્ય કર્યું છે ત્યારે જો આગોતરા મંજૂર થશે તો સમાજને ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જશે.

ફરિયાદી પક્ષે નારાયણ સાંઇની જામીન અરજીનો ચુકાદો ટાંક્યો
મૂળ ફરિયાદી પક્ષે એડવોકેટ જગદીશ રામાણી હાજર રહ્યા હતા અને તેમણે અરજદારની આગોતરા જામીન અરજી નામંજૂર કરવી જોઇએ. તે અંગે 10 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. સુનાવણી દરમિયાન ફરિયાદ તરફે દુષ્કર્મ કેસના આરોપી એવા નારાયણ સાંઇની જામીન અરજી નામંજૂર થઇ તેનો ચુકાદો પણ ટાંકવામાં આવ્યો હતો અને રજૂઆત કરાઇ હતી કે, તેને સુપ્રીમ કોર્ટે પણ જામીન નથી આપ્યા.

કેફી પીણું પિવડાવી આરોપીએ દુષ્કર્મ આચર્યું છે :સરકારી વકીલ
જામીન અરજીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હજાર રહ્યા હતા.તેમણે રજૂઆત કરી હતી કે, અશોક જૈને કેફી પીણું પિવડાવી દુષ્કર્મ આચર્યું છે. ઇન્વેસ્ટરોને ખુશ કરવા માટે અરજદાર ભોગ બનનાર પર દબાણ કરતો હતો. તેણે ફરિયાદીને માર માર્યો હતો અને દુષ્કર્મની ફરિયાદ ન થાય તે માટે સીઇઓ પદની ઓફર તેમજ સહારાની ડીલમાં 50 ટકા પ્રોફીટનું પ્રલોભન આપ્યું હતું.

સીસીટીવી ફૂટેજ 2 દિવસ અને 18 કલાક પાછળના છે : પોલીસ
બચાવ પક્ષે આજે કોર્ટમાં રજૂઆત થઇ હતી કે, તા.3 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પરંતુ તે તારીખે અશોક જૈન વડોદરામાં ન હતા અને તેઓ લખનઉમાં હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચને પુછવામાં આવતાં અધિકારીએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફુટેજ બે કલાક અને 18 કલાક પાછળના છે. આ અંગેનો રિપોર્ટ કોર્ટમાં અગાઉ જ આપી દેવામાં આવ્યો છે અને અદાલતમાં પુરશીસ પણ રજૂ કરાઇ છે તેમજ પંચનામુ પણ કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,લખનઉથી આવ્યા બાદ પણ અશોક જૈન નિસર્ગ ફ્લેટ પર ગયા હતા અને તા.6ના રોજ પણ તેની હાજરી નિસર્ગમાં જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...