તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટની પાલિકાને ટકોર:એજન્સીનાં બાકી નાણાંની વસૂલાત કરવા દરખાસ્ત

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20થી 22 ડિફોલ્ટર એજન્સી પાસેથી હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ, યુનિ પોલનાં બાકી 40 કરોડ વસૂલાશે

પાલિકામાં હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ, યુનિ પોલ, કીયોસ્ક બોર્ડનો વ્યવસાય કરતી ડીફોલ્ટર એજન્સીઓના બાકી નાણાંની વસૂલાતના મુદે હાઇકોર્ટના હુકમના આધારે પુરવણી દરખાસ્ત રજુ કરાઈ છે. જે એજન્સીના બાકી નાણાં હોય તે વહેલી તકે કોર્પોરેશને વસૂલ કરવા જોઈએ તેવી પણ સૂચના પણ અપાઈ છે. પાલિકાની સ્થાયીની બેઠકએ ગેંટ્રી ગેટમાં હલકી કક્ષાની કામગીરી કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ થયો કે બાદ એજન્સીએ હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરાઇ હતી. જેના પગલે હાઇ કોર્ટ દ્વારા આ અંગે નોંધ લેવાઇ હતી કે એક બાજુ લોકોના પૈસા લોકોની સુવિધા માટે વપરાય છે તો બીજી બાજુ ડિફોલ્ટર એજન્સીઓના કરોડો બાકી પડે છે એટલે ચૂકવતી નથી કે કોર્પોરેશન તેની વસુલાત કરતી નથી.

હાઈકોર્ટે એવી ગંભીર નોંધ લીધી છે કે સ્થાયી સમિતિમાં કમિશનરે બાકી વસૂલાતનો ગંભીર વિષય રજુ કર્યો હોય તો તેની ઉપર ધ્યાન રખાયું નથી અને એવી પણ એક ધારણા ઊભી કરે છે કે કોઈ એક આ તમામ ડિફોલ્ટર એજન્સીઓનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જે ડિફોલ્ટર એજન્સી ના ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ નક્કી થઈ છે તે પ્રમાણે નાણાં વસૂલ કરવા જોઈએ જે લોકોની સુવિધા માટે વપરાય છે તેવી કરોડોની બાકી રકમ ચૂકવાતી નથી. જેથી જેના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે જે પરવાનગીને પાત્ર નથી આ સામે વડોદરા પાલિકાના વકીલે પણ હાઇકોર્ટમાં ખાતરી આપી હતી કે વહેલામાં વહેલી તકે પગલાં ભરી જલ્દીથી નાણાં ભરપાઈ થાય તેવા પ્રયત્ન કરીશું.

પાલિકામાં હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ,યુનિ પોલ, કીયોસ્ક બોર્ડનો વ્યવસાય કરતી 20થી22 ડીફોલ્ટર એજન્સીઓના બાકી નાણાંની કુલ રૂા. 40 કરોડની વસુલાત બાકી પડે છે, નાણાં ની વસુલાત કરવા હાઇકોર્ટે પણ ટકોર કરતાં દરખાસ્ત રજૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...