તપાસ:વડોદરામાં મકાન-ઇંટોનું કામ ધરાવતા વેપારીની UPની કરોડોની મિલકત જપ્ત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં અહમદ નફીસનું વેપારનું નેટવર્ક 1990થી ધમધમે છે
  • કાસગંજના વેપારીની મિકલત અંગે યુપીના અધિકારી ગુજરાતમાં તપાસ કરશે

કાસગંજ જિલ્લાના ભરગૈનના પૂર્વ ચેરમેન અહમદ નફીસની કાસગંજ જિલ્લાના સતાધીશો દ્વારા 100 કરોડ રૂપિયા ઉપરાંતની 47 સંપતિ જપ્ત કરવામાં આવી છે. અહમદ નફીસ વડોદરા શહેરમાં પણ એક મકાન ધરાવતાં હોવાની વિગતો સપાટી પર આવતાં યુપી સરકારે ગુજરાતમાં પણ તપાસ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. એક સમયે અહમત નફીસ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા તેમ મનાય છે. ગુજરાતમાં ભાજપાના એક ધારાસભ્ય સાથે પણ તેમના પારિવારિક સંબંધ હોવાનું ચર્ચાય છે.

100 કરોડની સંપત્તિ જપ્ત થવાની ઘટનાની જાણ થતાં ટોચના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરૂરી સુચના આપી બંદોબસ્ત ગોઠવ્યો હતો. અહમદ નફીસનું ગુજરાતમાં વેપારનું નેટવર્ક 1990થી હોવાનું મનાય છે. સૌથી પહેલાં ઇંટોનો ભઠ્ઠો તેઓએ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. કાસગંજના પટિયાલીના સીઇઓ આર.કે.તિવારીએ જણાવ્યું હતું કે ‘અન્ય રાજયમાં સંપતિ હોવાથી કાયદેસરની પ્રક્રિયા કરીને ગુજરાતની સંપતિની વિગતો મેળવવામાં આવશે. ત્યારબાદ વિગતો એકઠી થયા બાદ કાર્યવાહી થઇ શકશે.

વડોદરામાં અમારું એક મકાન છે: પુત્ર
ઉતરપ્રદેશના કાસગંજમાં થયેલી કાર્યવાહી યોગ્ય નથી. વડોદરામાં સંતોકનગરમાં મારા પિતાનું એક મકાન છે જે 1995માં મારા પિતાએ ખરીદ્યું હતું. બાકી વડોદરામાં મારો ઇંટોના કારોબાર છે. અમે 14 ફર્મના માલિક છીએ અને બધા ટેકસ ભરીએ છીએ. જો નાણાંકીય ગરબડ લાગતી હોય તો ઇન્કમટેકસ તપાસ કરે પોલીસને શું છે? હું મારા વિસ્તારમાં પાંચ વાર ચૂંટણી જીત્યો છું અને એક સપ્તાહ પહેલાં ભાજપામાં જોડાયો છું. > મોહંમદ હુસેન, અહમદ નફીસનો પુત્ર

ભાજપના નેતા કહે છે, હું તેને ઓળખતો નથી કે કોઇની સાથે સંબંધ પણ નથી
મોહંમદ હુસેન સાથે સાવલીના ભાજપના નેતાના સંબંધો હોવાની ચર્ચા ઉઠી હતી. ત્યારે ભાજપના આ નેતાએ કહ્યું હતું કે ‘હું કોઇને ઓળખતો નથી અને કોઈની સાથે સંબંધ પણ નથી.’

અન્ય સમાચારો પણ છે...