તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:હોટેલ, રેસ્ટોરાં અને રિસોર્ટ્સનો મિલકત વેરો માફ કરાતાં પાલિકાને 7 કરોડનો ફટકો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા પાલિકાના ચોપડે 209 હોટેલ, 298 રેસ્ટોરાં અને 2 રિસોર્ટની નોંધ
  • સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ, જિમ્નેશિયમના વેરાની આવક પણ નહીં થાય

કોરોનાની મહામારી ના કારણે લગભગ બંધ જેવી હાલતમાં પડેલા હોટલ ઉદ્યોગને રાહત આપવા માટે રાજ્ય સરકારે મિલ્કત વેરામાંથી મુક્તિ આપી છે ત્યારે તેના કારણે વડોદરામાં પાલિકાને 7 કરોડ ની આવક ગુમાવવી પડશે તે નિશ્ચિત છે એટલું જ નહીં મંગળવારે સિનેમા ગૃહો મલ્ટિપ્લેક્સ અને જેમને પણ એક વર્ષ સુધી મિલકતવેરા માંથી મુક્તિ જાહેર કરી છે ત્યારે પાલિકાને હજુ વધુ ફટકો પડશે.પાલિકાએ વર્ષ 2021- 22 માટે એડવાન્સ ટેક્સ કરનારાને રીબેટ આપવાની યોજના અમલમાં મૂકતા 21 કરોડની આવક થઈ છે.

આ સંજોગોમાં રાજ્ય સરકારે હોટલ, રીસોર્ટ, રેસ્ટોરાં અને વોટરપાર્ક અને રાહત મળે તે માટે નવા નાણાકીય વર્ષમાં મિલકતવેરા અને વીજ બીલના ફિક્સ્ડ એનર્જી ચાર્જ માંથી મુક્તિ આપી છે.વડોદરા શહેરમાં પાલિકાના ચોપડે 209 હોટેલ, 2 રિસોર્ટ અને 298 રેસ્ટોરાં નોંધાયેલી છે અને આ મિલકત વેરા માફી ના કારણે હોટલોની રૂ.5.59 કરોડ,રેસ્ટરોન્ટની રૂ.1.43 કરોડ અને રિસોર્ટની રૂ.11 લાખ જેવી મિલકત વેરાની આવક પાલિકાએ ગુમાવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...