તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરામાં મુક્તિ:623 યુનિટની મિલકત વેરા માફીથી પાલિકાને રૂા.10.67 કરોડનો ફટકો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 સિનેમાગૃહ,21 મલ્ટિપ્લેક્સ અને 95 જીમને વેરામાં મુક્તિ
  • સોૈથી વધુ મલ્ટિપ્લેક્સની રૂા. 1.82 કરોડની આવક ગુમાવી

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકારે શરૂ કરેલી વેરામાફી ની યોજનામાં શહેરના વધુ 123 યુનિટને રૂ.3.53 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.આમ, 24 કલાકમાં કુલ 623 યુનિટ ના રૂ.10.67 કરોડના વેરા પાલિકાએ ગુમાવવા પડ્યા છે. કોરોનાની મહામારી ના કારણે લગભગ બંધ જેવી હાલતમાં પડેલા હોટલ ઉદ્યોગને રાહત આપવા માટે રાજ્ય સરકારે મિલ્કત વેરામાંથી મુક્તિ આપી છે ત્યારે તેના કારણે વડોદરામાં પાલિકાને 7 કરોડ ની આવક ગુમાવવી પડી છે. રાજ્ય સરકારે હોટલ રીસોર્ટ રેસ્ટોરન્ટ અને વોટરપાર્ક અને રાહત મળે તે માટે નવા નાણાકીય વર્ષમાં મિલકતવેરા અને વીજ બીલના ફિક્સ્ડ એનર્જી ચાર્જ માંથી મુક્તિ આપી છે.

શહેરમાં પાલિકાના ચોપડે 209 હોટેલ, 2 રિસોર્ટ અને 298 રેસ્ટોરન્ટ નોંધાયેલી છે અને આ મિલકત વેરા માફી ના કારણે હોટલોની રૂ.5.59 કરોડ,રેસ્ટરોન્ટની રૂ.1.43 કરોડ અને રિસોર્ટની રૂ.11 લાખ જેવી મિલકત વેરાની આવક પાલિકાએ ગુમાવવી પડી છે. તેવી જ રીતે, સિનેમા ગૃહો મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમ ને પણ વેરામાંથી મુક્તિ ની જાહેરાત કરવામાં આવી છે અને તેના કારણે વડોદરા શહેરના સાત સિનેમાગૃહોની 31 લાખ રૂપિયા, 21 મલ્ટિપ્લેક્સની રૂ. 1.82 કરોડ અને 95 જીમનેશિયમ ની રૂ.1.40 કરોડની આવક વેરા પેટે પાલિકાએ ભૂલી જવી પડશે.

અન્ય સમાચારો પણ છે...