તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પ્રોપર્ટી મોર્ગેજ ધિરાણનું એકાઉન્ટ એનપીએ થતાં ત્રણ મહિનાની કેદ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલબાગ કો.ઓપ બેંક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી
  • અગાઉ સજા હળવી કરવા રજૂઆત કરવામાં આવી હતી

લાલબાગ કો. ઓપ બેંકમાં પ્રોપર્ટી મોર્ગેજ ધીરાણનું એકાઉન્ટ એનપીએ થતાં બેંક દ્વારા સભાસદ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતાં કોર્ટે તેને 3 મહિનાની સાદી કેદ અને રૂા.80 હજારનો દંડ ફટકાર્યો છે. સભાસદ નટવર છીતાભાઈ (રહે. નિત્યાનંદ સોસાયટી, ગોરવા)ને બેંક દ્વારા પ્રોપર્ટી મોર્ગેજનું ધીરાણ આપ્યું હતું. જે ધીરાણ ખાતું એનપીએ થતાં બેંક દ્વારા ધી નિગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ નટવરભાઈ સામે રૂા.65 હજારની ફરિયાદ લાલબાગ કો.ઓપ બેંક દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં કોર્ટે નટવર છીતાભાઈને 3 મહિનાની સાદી કેદની સજા તેમજ રૂા.80 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

કોર્ટે ક્રિમિનલ પ્રોસિઝર કોડ કલમ 357ની વળતર માટેની જોગવાઈ મુજબ આરોપી દ્વારા ભરવામાં આવેલી દંડની રકમમાંથી ચેકની રકમ તેમજ તે રકમ પરના વ્યાજ તથા હાલના ફરિયાદીના ખર્ચ પેટે મળી રૂા.70 હજાર ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ પહેલાં બચાવ પક્ષ દ્વારા આરોપી તેમના ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ છે એટલે દયા દયા રાખી શક્ય તેટલી સજા ઓછી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

બીજી તરફ ફરિયાદી પક્ષે આરોપી સામે કેસ પુરવાર કરવામાં આવ્યો છે. આરોપીએ આ કેસમાં ફરિયાદીને રૂા.10 હજાર ચેક પેટે ચૂકવી આપ્યા છે, પરંતુ પછીથી સમાધાન મુજબ વર્તન કર્યું નથી અને બાકીની રકમ પણ ભરી નથી. જેથી આરોપીને સજા આપી ફરિયાદીને વળતર અપાવવાની રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...